આપણો દેશ વિશ્વનાં સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ઊભરી આવ્યો છે, આજનાં દિવસે આપણાં બંધારણનાં ઘડવૈયા એવા ડો.બાબાસાહેબ આંબેડકરજીને પણ યાદ કરું છું અને એમને વંદન કરું છું. દેશને આઝાદી અપાવનાર સર્વ શહીદોનાં ચરણોમાં નતમસ્તક.
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સૌ સાથે મળીને આ માર્ગદર્શનનો લાભ લીધો. પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાશ્રીઓ પણ જોડાયા.