Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

અમરેલીનાં સાવરકુંડલાનાં સર્વ કાર્યકર્તાશ્રીઓ અને નગરજનોનો રક્તતુલા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી મહેશભાઈ કસવાલા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિત હોદ્દેદારશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

લિંબાયત વિધાનસભામાં આવેલા નવાગામ ગાયત્રી નગર ખાતે કોર્પોરેટરશ્રી ભાઇદાસ પાટીલ દ્વારા હરીભક્ત પલ્લવીબેન દોડનાં કિર્તન કાર્યક્રમમાં હાજરી આપી.

મારા જન્મ દિવસ નિમિત્તે મને શુભકામનાઓ પાઠવી અપ્રતિમ સ્નેહ દાખવનાર સર્વ જનતા-જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂતજી, ડ્રેનેજ સમિતિનાં ચેરમેન શ્રી વિક્રમભાઇ પાટીલ, માજી કોર્પોરેટર શ્રી સુભાષભાઇ, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

મારા જન્મ દિવસ નિમિત્તે યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમરાવ નગર ખાતે મહા રક્તદાન શિબિર યોજી રક્તદાન એ મહાદાન છે

સૂત્રને સાકાર કરવા બદલ સર્વનો આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પાટીલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યાં.

પાંડેસરાનાં ચીકુવાડી રો હાઉસ ખાતે મારા જન્મ દિવસ નિમિત્તે યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર સર્વ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પાટીલ, ભારતીય જનતા પાર્ટી ઉધના ઝોન ઇન્ચાર્જ શ્રી છોટુભાઇ પાટીલ, સહિત મોટી સંખ્યામાં ઉધના ઝોનનાં કાર્યકર્તાઓ અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા.

સુરત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મારા જન્મ દિવસ નિમિત્તે યોજાયેલી રક્તદાન શિબિરમાં 800થી વધારે યુનિટ રક્ત એકત્ર થયું.

મને આનંદ છે કે ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ જન્મદિવસ હોય કે કોઇ શુભ પ્રસંગ હોય દરેક વખતે સેવાકીય પ્રવૃતિને ધ્યાનમાં રાખી કાર્યક્રમની ઉજવણી કરે છે. રક્તદાન નિસ્વાર્થભાવે કરાય છે અને એટલે જ એને મહાદાન કહેવાયું છે. રક્તતુલા બદલ સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરઘનભાઇ ઝડફીયા,શ્રી એમ.એસ.પટેલ, સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન

“જ્ઞાનોત્સવ” કાર્યક્રમ હેઠળ મારા જન્મ દિવસ નિમિત્તે 108 વિદ્યાર્થીઓને સી.આર.પાટીલ સ્કોલરશીપ એનાયત કરી.

વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. અથાક પરિશ્રમ ઉચ્ચ શિક્ષા મેળવવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાની મજા પડી. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, શ્રી મહેન્દ્રભાઇ પટેલ, સુરત મહાનગર પાલિકાનાં મેયર શ્રી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પટેલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, સુરત ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સુરત સોશિયલ મિડીયા વિભાગ

ગુજરાતમાં કુપોષણને નાબૂદ કરવા અને બાળકોને સુપોષિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી – ગુજરાત દ્વારા ‘સુપોષણ અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ સુરતથી કર્યો.

કાર્યકર્તાશ્રીઓને અપીલ કરું છું કે પોતાના ઘર નજીક એક અથવા એકથી વધુ બાળકને દત્તક લે અને એને સુપોષિત કરવાનાં પ્રયાસો કરે. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી એમ.એસ.પટેલ, શ્રી જનકભાઈ બગદાણાવાલા, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરતના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા તથા વર્ચ્યુઅલ માધ્યમથી દરેક જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

સિવિલ હોસ્પિટલનાં ઓડિટોરિયમ ખાતે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ટીબી પેશન્ટને દત્તક લેવાનાં કાર્યક્રમમાં ટીબીનાં 201 દર્દીઓને હાઇ પ્રોટીન કિટ વિતરિત કરી.

પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી પરેશભાઈ પટેલ, સુરત મહાનગર ડોક્ટર સેલના અધ્યક્ષશ્રી ડૉ વિરેન્દ્રસિંહ મહીડા, ડો. પારૂલ વડગામા, ઇકબાલ કડીવાલા ઉપસ્થિત રહ્યા.