Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

રક્ષક ગૃપનાં અધ્યક્ષ ગૌરવભાઇ પટેલ, ગૃપનાં સંગઠન મહામંત્રી શ્રી વિરલભાઇ વ્યાસ તેમજ ગૃપનાં સભ્યોએ શુભેચ્છા મુલાકાત લીધી.

આ ગૃપ શહેરમાંથી જૂના જીન્સનાં પેન્ટ ઉઘરાવી એમાંથી સ્કૂલ બેગ તૈયાર કરી અંતરિયાળ ગામનાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 25 હજાર સ્કૂલ બેગનું વિતરણ કરી રહ્યું છે. આ બેગની બનાવટ દરમિયાન વિધવા બહેનો અને જરૂરિયાતમંદ બહેનોને રોજગાર પૂરો પડાયો છે. હું ગૃપનાં સર્વ સભ્યોને સેવાની આ ઉમદા કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવું છું.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા 81મો દીવાન બહાદુર ગાંધી કપ અને 14મી સાર્વજનિક કપ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું.

આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સર્વ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમમાં શહેર ભાજપા પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી ફ્રેનાઝ ચિપીયા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

ચીખલી ખાતે સ્પંદન હોસ્પિટલ અને શ્રી સ્વામીનારાયણ નર્સિંગ કોલેજનાં સહયોગથી શારદા ફાઉન્ડેશન દ્વારા આયોજીત નિશુલ્ક મેડિકલ કેમ્પનું ઉદઘાટન કર્યું.

કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, નવસારી જીલ્લા પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ સહિત શારદા ફાઉન્ડેશનના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

બીલીમોરા ખાતે બીલીમોરા નગરપાલિકાના વિવિધ વિકાસકાર્યો તેમજ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાર્ડીયાક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું.

કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત આગેવાનશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

ખેડા જીલ્લાનાં બુથ પ્રમુખોનાં સંમેલનમાં હાજરી આપી,

સંગઠનનાં પેજ કમિટીનાં કાર્યોની સમીક્ષા કરી. રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણજી, વિધાનસભા પક્ષનાં મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકીજી, પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી જ્હાનવીબેન વ્યાસ, ખેડા જીલ્લાનાં ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, જીલ્લા પ્રભારી શ્રીમતી શકુંતલાબેન મહેતા, બુથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

ભારતીય જનતા પાર્ટીનાં ચિકિત્સક સેલ દ્વારા ગુજરાતભરમાં વર્લ્ડ ઓરલ હેલ્થ ડે નિમિત્તે ઓરલ કેન્સર ડિટેકશન તથા ઓરલ હાઇજીન કેમ્પનું નિ:શુલ્ક આયોજન કરાયું છે,

જે નિમિત્તે નડિયાદની અમી હોસ્પિટલ ખાતે ચાલી રહેલા નિ:શુલ્ક કેમ્પની મુલાકાત લીધી. સ્વાસ્થ્યની કાળજી લેવા સૌને નિયમિતપણે ચેકઅપ કરાવતા રહેવાની અપીલ કરી. પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મંત્રીશ્રી જહાનવીબેન વ્યાસ, કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહજી ચૌહાણ,મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકીજી, જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન, પ્રદેશ આઈ.ટી. કન્વીનર શ્રી

ઉત્તરસંડા ખાતે વિકાસનાં કાર્યોનું ખાતમુહૂર્ત કરી, ગામનાં સમાજશ્રેષ્ઠીઓનું સન્માન કર્યું.

પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશ મંત્રી શ્રી જ્હાનવીબેન વ્યાસ, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિકાસભાઇ શાહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

પ્રદેશ ભાજપા કાર્યાલય શ્રી કમલમ ખાતે આપ અને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદળના કાર્યકર્તાઓ અને સમર્થકોને ખેસ અને ટોપી પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા.

આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઇ કવાડીયા, ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અને પ્રદેશ સહ-પ્રવક્તા ડો.ભરતભાઈ ડાંગર સહિત સર્વે આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

“રાજસ્થાન યુવક મંડળ” દ્વારા સુરત ખાતે મહારાણા પ્રતાપ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા હોળી સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી.

સૌને શુભેચ્છાઓ પાઠવી. સુરત શહેર અધ્યક્ષશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત શહેર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂતજી સહિત રાજસ્થાન યુવક મંડળના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

સુરતના પલસાણા-બારડોલી રોડ ખાતે સાઈરંગ પેટ્રોલપંપનુ ઉદ્ઘાટન કર્યું.

આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોડિયા, માજી મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી ઇશ્વરભાઇ પરમાર, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,સુરત મહાનગર સ્થાઈ સમિતી અધ્યક્ષ શ્રી પરેશ પટેલ, શાસક પક્ષ નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, ભાજપા સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઇ દેસાઇ, નવસારી જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ સહીત સુરત