ગીર-સોમનાથ જીલ્લા કિસાન મોરચા દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે સુત્રાપાડા ખાતે યોજાયેલા “નમો કિસાન પંચાયત” કાર્યક્રમમાં હાજરી આપી.
કુપોષિત બાળકોને કીટ અર્પણ કરી, સરકારશ્રીની અન્ન બ્રમ્હ યોજના હેઠળ 12 લાભાર્થીઓને કીટ વિતરણ કરી પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કર્યું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી ઝવેરીભાઈ ઠકરાર, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં.