Views Navigation

Event Views Navigation

Today
  • या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

    या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ આજે દુર્ગાષ્ટમીનાં પાવન અવસરે સુરતનાં પવિત્ર શ્રી ઉમિયાધામ ખાતે યોજાયેલા નવરાત્રિ મહોત્સવની મહાઆરતીમાં ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી. પ્રજ્વલિત થયેલા 35 હજાર દિવડાઓ વાતાવરણને વધુ અલૌકિક બનાવી રહ્યા હતા. આઠમની સાંજે મા દુર્ગાનાં આશીર્વાદ પ્રાપ્ત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો.

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું વિશ્વનાં સૌથી મોટા હીરા બજારનું સ્વપ્ન સાકાર થઇ

    कलशस्य मुखे विष्णु: कण्ठे रुद्र: समाश्रित:। मूले त्वस्य स्थितो ब्रह्मा मध्ये मातृगणा: स्मृता:। હીરા ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું વિશ્વનાં સૌથી મોટા હીરા બજારનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. આજે દશેરાનાં પાવન અવસરે હીરા બુર્સની ઓફિસોમાં એકસાથે 1000 કુંભઘડા મૂકી શુભ શરૂઆત કરાઇ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી

  • માડી તારા મંદિરિયે ઘંટારવ થાય….

    માડી તારા મંદિરિયે ઘંટારવ થાય…. નવરાત્રિનાં નવમા દિવસે મા સિદ્ધિદાત્રીનાં પૂજન અને આરાધના બાદ સુરતની ટેનિસ ક્લબ ખાતે યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી, માની અપાર ભક્તિ સાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓએ એક અનેરી ઉર્જાનો અનુભવ કરાવ્યો.

  • અસત્ય પર સત્યનાં વિજયનો જય હો !!!

    અસત્ય પર સત્યનાં વિજયનો જય હો !!! આજે સુરત મહાનગર ખાતે લિંબાયતનાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા રાવણ દહન કરાયું, આ પળે ઉપસ્થિત રહી અસત્ય પર સત્યનાં જયઘોષને વધાવ્યો. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઇ પટેલ, સુરત શહેર

  • ‘સાંસદ દિશા દર્શન’ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનોને સંબોધ્યા

    આજે નવસારી ખાતે યોજાયેલા યોજાયેલા ‘સાંસદ દિશા દર્શન’ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનોને સંબોધ્યા. મહેસૂલ વિભાગની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને હુકમ વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવી. નવસારી જીલ્લાનાં 1 હજાર કુપોષિત બાળકોને દત્તક લઇ એમને સુપોષિત કરવાનો સંકલ્પ લેવાયો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દરેક સેક્ટર અને દરેક વર્ગનાં લોકો માટે 180થી વધુ યોજનાઓ

  • આપણી માતૃભૂમિની રક્ષા કાજે શહીદી વ્હોરનાર શહીદોનાં ચરણોમાં નતમસ્તક

    આપણી માતૃભૂમિની રક્ષા કાજે શહીદી વ્હોરનાર શહીદોનાં ચરણોમાં નતમસ્તક !! આઝાદીનાં અમૃતમહોત્સવનું સમાપન દેશભક્તિથી થાય એવી ભાવના સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની પ્રેરણા આપી. આ અભિયાન અંતર્ગત આજે અમદાવાદ રિવરફ્રંટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ‘અમૃત કળશ મહોત્સવ’માં ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડ્યું. ‘મારી માટી,

  • “કન્વીક્શન ઇમ્પ્રુવમેન્ટ” સેમિનારમાં ઉપસ્થિત રહી વકીલશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.

    આજે સુરત મહાનગર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન ગુજરાત રાજ્ય દ્વારા મુખ્ય જીલ્લાનાં સરકારી વકીલશ્રીઓ માટે આયોજીત “કન્વીક્શન ઇમ્પ્રુવમેન્ટ” સેમિનારમાં ઉપસ્થિત રહી વકીલશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.

  • પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી મધ્યમવર્ગીય નાગરિકોનું પોતાનાં ઘરનું સપનું થયું સાકાર

    પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી મધ્યમવર્ગીય નાગરિકોનું પોતાનાં ઘરનું સપનું થયું સાકાર !! મધ્યમવર્ગનાં નાગરિકોનું પોતાનાં ઘરનું સ્વપ્ન સાકાર થાય એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આજે સુરત મહાનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 151.89 કરોડનાં ખર્ચે સાકારિત થયેલા આવાસોનું લોકાર્પણ અને

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે લખેલા “માડી” ગરબાનાં તાલે રાજકોટમાં 1,21,000થી વધુ ખેલૈયાઓએ ગરબે ઘૂમી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે લખેલા “માડી” ગરબાનાં તાલે રાજકોટમાં 1,21,000થી વધુ ખેલૈયાઓએ ગરબે ઘૂમી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આજે આ રેકોર્ડનું સર્ટિફિકેટ સ્વીકારતા ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવી. આજે રાજકોટનાં નાગરિકોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટે અભૂતપૂર્વ આદર, પ્રેમ, સમર્થન અને અપ્રતિમ લગાવ દર્શાવ્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ લખેલા ગરબાનાં તાલે

  • નતમસ્તક સર્વ શહીદોને કરીએ યાદ એમની સ્મૃતિમાં ગુજરાતનું મૂલ્યવાન યોગદાન !!

    નતમસ્તક સર્વ શહીદોને કરીએ યાદ એમની સ્મૃતિમાં ગુજરાતનું મૂલ્યવાન યોગદાન !! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી અમૃત કળશ સાથેનાં 75 ઈ-વ્હીકલનું પ્રસ્થાન કરાવતા હૃદય ભાવવિભોર બન્યું. સમગ્ર ચેતનામાં એક અનોખી ઉર્જા અનુભવાઇ. દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં આ “અમૃત