Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

ઉના-ગિરનાર સોમનાથ ખાતે યોજાયેલા ભાજપા કાર્યકર્તા સંમેલનમાં હાજરી

ઉના-ગિરનાર સોમનાથ ખાતે યોજાયેલા ભાજપા કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી. વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહેલા સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો અને સૌને માર્ગદર્શન પાઠવ્યું. આ કાર્યક્રમમાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઇ હુંબલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રા ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા પ્રમુખશ્રી માનસિંહ પરમાર, પૂર્વ ઘારાસભ્યશ્રીઓ શ્રી ગોવિંદભાઇ પરમાર, શ્રી કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજા સહિત મોટી સંખ્યામાં

સુરત ખાતે ધ કલ્યાણ જનતા સહકારી બેંકની સુરત શાખાનું ઉદઘાટન કર્યું, સર્વ હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.

સુરત ખાતે ધ કલ્યાણ જનતા સહકારી બેંકની સુરત શાખાનું ઉદઘાટન કર્યું, સર્વ હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.

આજે સેવા સમિતિ ચાણસ્માનાં બુથ નં 113નાં પેજ સમિતી પ્રમુખ શ્રી સંજયભાઇ વાઘેલા અને એમનાં પરિવાર સાથે ચા પીધી.

પેજ સમિતિ એ ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનની તાકાત છે. પેજ સમિતિનાં સભ્યોને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવાનો મને અનેરો આનંદ મળે છે. આજે સેવા સમિતિ ચાણસ્માનાં બુથ નં 113નાં પેજ સમિતી પ્રમુખ શ્રી સંજયભાઇ વાઘેલા અને એમનાં પરિવાર સાથે ચા પીધી. એમનાં પરિવારનાં ખબર-અંતર પૂછયા, નાનકડા દિકરાને આશીર્વાદ પાઠવ્યા.

સેવા પખવાડિયા અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જીવન-કવન પર આધારિત દુબઇનાં જાણીતા કલાકાર શ્રી અકબરજી દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોની પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું.

સેવા પખવાડિયા અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જીવન-કવન પર આધારિત દુબઇનાં જાણીતા કલાકાર શ્રી અકબરજી દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોની પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું.

ડાયમંડ સિટી તરીકે વિશ્વભરમાં જાણીતા સુરત શહેરનાં હીરા ઉદ્યોગપતિઓ સાથે સંવાદ સાધવાનો અવસર

ડાયમંડ સિટી તરીકે વિશ્વભરમાં જાણીતા સુરત શહેરનાં હીરા ઉદ્યોગપતિઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. પોતાનાં અથાક પરિશ્રમ અને સૂઝ સાથે સુરતનાં હીરા ઉદ્યોગને વિશ્વનાં ફલક પર મજબૂત સ્થાન અપાવનાર ગૌરવસમા હીરા ઉદ્યોગકારોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી. આ સંવાદ માટે સેતુ બનવા બદલ શ્રી સુરેશભાઇ લખાણી અને શ્રી લવજીભાઇ ગુજરાતીનો વિશેષ આભાર

‘BJP YOJANA SETU’ એપ્લીકેશન

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ગુજરાતનાં જન-જન સુધી સરળતાથી પહોંચી શકે અને છેવાડાનાં પ્રત્યેક લોકો આ યોજનાઓનો લાભ લઇ શકે એ હેતુથી આજે પ્રદેશ કાર્યાલય ખાતે ‘BJP YOJANA SETU’ એપ્લીકેશન લોન્ચ કરી. ત્રણ ભાષામાં તૈયાર થયેલી આ એપ્લીકેશન સૌ પ્રથમ ઓડિયો-વિઝ્યુઅલ એપ્લીકેશન છે. આ એપ્લીકેશન તૈયાર કરવા બદલ મહિલા મોરચાનાં પ્રદેશમંત્રી શ્રીમતી શ્રદ્ધાબેન ઝા

સુરત મહાનગર પાલિકા દ્વારા અડાજણ ખાતે આકાર પામેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનો પીપીપી ધોરણે શુભારંભ

સુરત મહાનગર પાલિકા દ્વારા અડાજણ ખાતે આકાર પામેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનો પીપીપી ધોરણે શુભારંભ કર્યો. આ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 શાળાઓ, સુમન સ્કૂલની 23 શાળાઓ ખાતે 169 ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ દ્વારા આધુનિક શિક્ષણનાં શુભારંભ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિનુભાઇ મોરડીયા, ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

શેખપુર પરિવારનાં સભ્યશ્રીઓ દ્વારા યોજાયેલા સ્નેહ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર

લોકોનો અસીમ સ્નેહ મને હંમેશા નવી ઉર્જા પ્રદાન કરતો રહે છે, ગતરોજ વેલંજા, ઉમરા, શેખપુર પરિવારનાં સભ્યશ્રીઓ દ્વારા યોજાયેલા સ્નેહ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આ પરિવારનો સહ્રદય આભાર વ્યક્ત કરું છું. સંતશ્રીઓનાં આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પણ સાંપડ્યું. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વનો આભાર

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશનાં સર્વ પ્રથમ સૌર ગ્રામ મોઢેરા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશનાં સર્વ પ્રથમ સૌર ગ્રામ મોઢેરા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યો. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ મળ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિતિ રહ્યાં.

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટી-ગુજરાતના પ્રચાર વાહન ‘LED રથ’નું પ્રસ્થાન

ભાજપ સરકાર ભરોસાની સરકાર… માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ભારતીય જનતા પાર્ટી-ગુજરાતના પ્રચાર વાહન 'LED રથ'નું પ્રસ્થાન કરાવ્યું. આ રથની મદદથી ગુજરાતનાં જન-જન સુધી કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર દ્વારા હાથ ધરાયેલા કાર્યો અને યોજનાઓની માહિતી પહોંચાડશે. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ