Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

ફરાબાદ ખાતે “લોક પ્રતિનિધિ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકો સાથે સંવાદ સાધવાનો અવસર

ગતરોજ જાફરાબાદ ખાતે “લોક પ્રતિનિધિ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો, એક નવી જ ઉર્જા પ્રાપ્ત થઇ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજુલા વિધાનસભાના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સુરતનાં હીરા ઉદ્યોગનાં અગ્રણીશ્રીઓની શુભેચ્છા મુલાકાત લઇ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા

સુરતનાં હીરા ઉદ્યોગનાં અગ્રણીશ્રીઓની શુભેચ્છા મુલાકાત લઇ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણાઓ કરી. શ્રી નાગજીભાઇ સાકરિયા, શ્રી લવજીભાઇ ગુજરાતી, શ્રી વલ્લભભાઇ લખાણીનો સહૃદય આભાર વ્યક્ત કરું છું. શ્રી શૈલેષભાઇ લૂખી, શ્રી પંકજભાઇ ગઢીયા, શ્રી વલ્લભભાઇ કાકડિયા, શ્રી ભરતભાઇ અનીડા, શ્રી વીરજીભાઇ પાટી, શ્રી હિંમતલાલ અનીડા, શ્રી પોપટભાઇ જનની, શ્રી મનુભાઇ ડાવરિયા, શ્રી ધનજીભાઇ, શ્રી વિનુભાઇ

થેંક યુ પાટણ

ક્ષત્રિય ઠાકોર સમાજનાં સ્નેહમિલન સમારંભમાં ઉપસ્થિત રહેલા ઠાકોર સમાજનાં સર્વ સભ્યશ્રીઓ અને પાટણનાં નગરજનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકાસકાર્યો પરત્વે પોતાનો મજબૂત વિશ્વાસ પ્રગટ કર્યો છે. આ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. આ સ્નેહ મિલન સમારંભમાં ક્ષત્રિય ઠાકોર સેનાનાં પાટણ જીલ્લાનાં પ્રમુખ શ્રી જીભાજી ઠાકોર અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી

મોરબી દુર્ઘટના સ્થળની મુલાકાત

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મોરબી દુર્ઘટના સ્થળની મુલાકાત લઇ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન અને રાહત કામગીરી અંગે વિગતો મેળવી.

‘પ્રદેશ ચૂંટણી પસંદગી સમિતિ’

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રદેશ ચૂંટણી પસંદગી સમિતિ’ બેઠકના ત્રીજા દિવસની શરૂઆત થઈ. આ પ્રસંગે પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી મનસુખભાઈ માંડવિયા સહિત પ્રદેશ ચૂંટણી સમિતિના

બોટાદ ખાતે શ્રી સુરેશભાઇ ગોધાણીનાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત

બોટાદ ખાતે શ્રી સુરેશભાઇ ગોધાણીનાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવાજનોને મળીને ખૂબ આનંદ થયો. શ્રી સુરેશભાઇએ “ગુજરાત જીતશે, કમળ ખીલશે”નાં સંકલ્પ સાથે વિધાનસભા ઇલેક્શન કન્વીનર તરીકેની જવાબદારી સહર્ષ સ્વીકારી, એમને શુભેચ્છાઓ પાઠવી.

પાટણ જીલ્લાનાં ચાણસ્મા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી દિલીપજી વિરાજી ઠોકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી એમને પ્રચંડ બહુમતી સાથે જીતની શુભેચ્છા

પાટણ જીલ્લાનાં ચાણસ્મા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી દિલીપજી વિરાજી ઠોકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી એમને પ્રચંડ બહુમતી સાથે જીતની શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધન કર્યું. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે શરૂ કરેલી વિકાસ-યાત્રાને અવિરત રાખવા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર રચી ગુજરાતનાં વિકાસને વધુ વેગવંતો બનાવવા કાર્યકર્તાઓ અને પેજસમિતિ

આણંદના આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢિયારજીના સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત

આણંદના આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢિયારજીના સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરી. ચારેકોર લહેરાઇ રહેલો ભગવો જોઇ મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો પ્રચંડ બહુમતી સાથે જીતવાનાં છે. ભારતીય જનતા પાર્ટીની “વિકાસનીતિ” પર જન-જનનો ભરોસો છલકાઇ રહ્યો છે.

વિજાપુર વિધાનસભાના ઉમેદવાર શ્રી રમણભાઈ પટેલના જનસમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાને સંબોધિત

વિજાપુર વિધાનસભાના ઉમેદવાર શ્રી રમણભાઈ પટેલના જનસમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાને સંબોધિત કરી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ પાર્ટીની મજબૂત તાકાત છે, સૌને કર્તવ્યપથ પર આગળ વધવાનું આહવાન કર્યું, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌએ ગુજરાતનાં અવિરત વિકાસ પરત્વે પોતાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો. રમણભાઇને ભવ્ય જીત માટે શુભેચ્છાઓ પાઠવી.

જન સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભા

નવસારી જલાલપોર વિધાનસભાનાં ઉમેદવાર શ્રી આર.સી.પટેલનાં જન સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધી. આ સભામાં ઉપસ્થિત સૌ કોઇનો સાથ અને સહકાર ભારતીય જનતા પાર્ટીની વિકાસનીતિ માટે મજબૂત અને અડીખમ છે એની પ્રતિતી થઇ. પોતાનો જ રેકોર્ડ તોડવાની સર્વ કાર્યકર્તાશ્રીઓને હાકલ કરી.