Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

કોટડા ખાતે વિજય-વિશ્વાસ સંમેલન અંતર્ગત જાહેર સભાને સંબોધન

મા અંબાની પુણ્યભૂમિ પર દિયોદરનાં કોટડા ખાતે વિજય-વિશ્વાસ સંમેલન અંતર્ગત જાહેર સભાને સંબોધન કર્યું. પોતાનો જ રેકોર્ડ તોડવાનાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં સ્વપ્નને સાકાર કરવા બનાસકાંઠા જીલ્લાનાં તમામ કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વ ગ્રામજનોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસનીતિ પરત્વે પોતાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો.

‘સંકલ્પ પત્ર-2022’ નું વિમોચન

છેલ્લા 27 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને તમારી સેવા કરવાની તક આપી તમે સૌએ અવિરત સ્નેહ વરસાવ્યો છે. છેલ્લા 27 વર્ષોમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓનાં અથાક પરિશ્રમથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ મુખ્યમંત્રી શ્રી

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધવાનો અવસર

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, સહ કન્વીનર શ્રી ઝુબીનભાઈ આશરા સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને હાર્દિક અભિનંદન

આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજી, કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી બી.એસ.યેદિયુરપ્પા, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓએ વિધાનસભાનાં પક્ષનાં નેતા તરીકે શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સમર્થન આપ્યું. હું માનનીય શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને હાર્દિક અભિનંદન અને અનંત શુભકામનાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે માનનીય પ્રધાનમંત્રી

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા યોજાયેલા એક્ઝીબિશનની મુલાકાત

સુરત શહેર ડાયમંડનું હબ ગણાય છે, હવે સુરતની જ્વેલરી પણ વૈશ્વિક સ્તરે વખણાઇ રહી છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા યોજાયેલા એક્ઝીબિશનની મુલાકાત લેવાનો અવસર સાંપડ્યો. અહીં ગોલ્ડ અને ડાયમંડની જ્વેલરીની બેનમૂન ડિઝાઇન્સ પ્રસ્તુત કરાઇ છે. સર્વને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત સ્પાર્કલ એક્ઝીબિશનની મુલાકાત

સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત સ્પાર્કલ એક્ઝીબિશનની મુલાકાત લેવાનો અવસર સાંપડયો. આ એક્ઝીબિશનમાં રજૂ થયેલી ડાયમંડ અને ગોલ્ડની બેનમૂન ડિઝાઇન્સ જવેલરીનાં ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો અને આંત્રપ્રિન્યોર્સની બેનમૂન કારીગરીનાં દર્શન કરાવે છે, જે વિશ્વનાં ફલક પર સુરત શહેરને અગ્રેસર રાખે છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન શ્રી

સ્વામિનારાયણ ગુરૂકૂળ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે રાજકોટ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરૂકૂળ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ ઉજવાયો, આ પાવન અવસરે ઉપસ્થિત રહી પૂજ્ય સંતશ્રીઓનાં આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અને પૂજ્ય ધર્મજીવનદાસ સ્વામીજીની પ્રેરણા અને આશીર્વાદથી 75 વર્ષ પહેલા ગુરૂકુળની સ્થાપના કરાઇ હતી. જ્યારે કાલખંડમાં દુનિયાનાં દેશોની