Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત

સુરેન્દ્રનગર વોર્ડ નંબર 4નાં સભ્ય શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. પ્રદેશ કારોબારીની બેઠક બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, દંડક શ્રી જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઇ વરમોરા સાથે હળવાશની પળો પસાર કરી. ઉપસ્થિત રહેલા વોર્ડનાં સભ્યશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.

ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠક

જનતા જનાર્દનને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર અડગ અને અતૂટ વિશ્વાસ છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને ફરી રેકોર્ડ બ્રેક બેઠક આપી ગુજરાતને વધુ વિકાસશીલ બનાવવાની જવાબદારી ભાજપાને આપી છે. મને એકવાતનો ખૂબ આનંદ અને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ માત્ર ચૂંટણીલક્ષી નહીં પણ જનતાની સેવાલક્ષી કાર્ય કરવા સદાય તત્પર હોય

વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી એમના માટે પ્રેરણા પૂરી પાડનાર પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ભારતનાં યુવાનોમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આજનાં વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે અને આ કારણે પ્રધાનમંત્રી શ્રી સદાય એમનાં પથદર્શક બની એમને માર્ગદર્શન આપતા રહે છે. અભ્યાસક્ષેત્રે પરીક્ષાઓનું ખૂબ મહત્વ છે, આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી. સુરતની ખરવરનગર સ્કૂલમાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ સાથે મળીને

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનાં નેજા હેઠળ ગુજરાત ફૂટબોલ એસોસિએશન અને સુરત ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનનાં યજમાનપદે ભારતની પહેલી ‘બીચ સોકર ટુર્નામેન્ટ’

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનાં નેજા હેઠળ ગુજરાત ફૂટબોલ એસોસિએશન અને સુરત ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનનાં યજમાનપદે ભારતની પહેલી ‘બીચ સોકર ટુર્નામેન્ટ’ સુરત ખાતે યોજાઇ.આ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી 19 રાજ્યોનાં ખેલાડીઓને મળી એમનો ઉત્સાહ વધારવાનો અવસર સાંપડ્યો. ગુજરાત રમત-ગમત ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. સુરત ખાતે આવી ટુર્નામેન્ટનું આયોજન ગૌરવની વાત છે. આ આયોજન બદલ બીચ

સુરત મહાનગર પાલિકાનાં નવા વહીવટ ભવન સહિત રૂપિયા 2400 કરોડનાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

સુરત શહેરમાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં વરદ હસ્તે દેશનું સૌથી ઊંચું બિલ્ડીંગ, સુરત મહાનગર પાલિકાનાં નવા વહીવટ ભવન સહિત રૂપિયા 2400 કરોડનાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. સુરત વિકાસનાં રાજમાર્ગ પર પૂરઝડપે દોડી રહ્યું છે, આ વિકાસકાર્યોથી સુરતની યશ-કલગીમાં ઉમેરો થશે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી

સુરતનાં તળાજા-મહુઆ લેઉઆ પટેલ સેવા સમાજ દ્વારા આયોજીત કરાયેલા રાજસ્વી મહાનુભાવો તેમજ કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓનાં અભિવાદન સમારોહ

સુરતનાં તળાજા-મહુઆ લેઉઆ પટેલ સેવા સમાજ દ્વારા આયોજીત કરાયેલા રાજસ્વી મહાનુભાવો તેમજ કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓનાં અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. સમાજનાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોનાં આર્થિક, શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે લેઉઆ પટેલ સેવા સમાજ દ્વારા અવિરત સેવાકાર્યો હાથ ધરાઇ રહ્યા છે, આ માટે સમાજનાં સર્વ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. આ પ્રસંગે

“સંસદના આ સંયુક્ત સત્રને સંબોધન

“સંસદના આ સંયુક્ત સત્રને સંબોધન કરતા ખુશી થઈ રહી છે. આપણી સામે યુગ નિર્માણની તક છે. આ માટે સંપુર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરવાનું છે. આપણે 2047 સુધીમાં એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, જેમાં ભૂતકાળનું ગોરવ અને આધુનિકતાનો સ્વર્ણિમ અધ્યાય હોય. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. દેશમાં ગરીબી ન હોય, મધ્યમ વર્ગ વૈભવથી સમૃદ્ધ હોય. યુવા

સુરત મહાનગરનાં સર્વ શ્રેષ્ઠીઓ સાથે રૂબરૂ થવાનો અવસર પ્રાપ્ત થયો

સુરત મહાનગરનાં સર્વ શ્રેષ્ઠીઓ સાથે રૂબરૂ થવાનો અવસર પ્રાપ્ત થયો. સુરત મહાનગરનાં વિકાસમાં સહભાગી થયેલા સૌ શ્રેષ્ઠીઓને મળી ખૂબ આનંદ થયો. સૌ સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને વિકાસનાં રસ્તે પૂરપાટ ઝડપે આગળ વધી રહેલું સુરત દેશ અને દુનિયામાં સદાય અગ્રેસર રહે એ અંગે ગોષ્ઠિ કરી.

એકાત્મ માનવવાદનાં પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે

“જ્યારે માનવની પ્રગતિની વાત થાય ત્યારે એનાં શરીર, મન, બુદ્ધિ અને આત્માની પ્રગતિની વાત પણ થવી જોઇએ!” એકાત્મ માનવવાદનાં પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી કોટિ કોટિ નમન કર્યા.

બીલીમોરા ખાતે યોજાયેલા નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનાં અભિવાદન સમારોહ

નવસારી જીલ્લા ભાજપ દ્વારા બીલીમોરા ખાતે યોજાયેલા નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનાં અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી સર્વ કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ થવાનો અસીમ આનંદ મળ્યો. નવસારીનાં કાર્યકર્તાશ્રીઓ પેજ કમિટીનાં જન્મદાતા છે અને સમગ્ર દેશમાં પેજકમિટીની ચર્ચા થઇ રહી છે, એનો શ્રેય નવસારીનાં સર્વ કાર્યકર્તાશ્રીઓને ફાળે જાય છે. નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી