Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

બીલીમોરા ખાતે યોજાયેલા નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનાં અભિવાદન સમારોહ

નવસારી જીલ્લા ભાજપ દ્વારા બીલીમોરા ખાતે યોજાયેલા નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનાં અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી સર્વ કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ થવાનો અસીમ આનંદ મળ્યો. નવસારીનાં કાર્યકર્તાશ્રીઓ પેજ કમિટીનાં જન્મદાતા છે અને સમગ્ર દેશમાં પેજકમિટીની ચર્ચા થઇ રહી છે, એનો શ્રેય નવસારીનાં સર્વ કાર્યકર્તાશ્રીઓને ફાળે જાય છે. નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી

‘સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન’

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન’ અંતર્ગત યોજાયેલી સ્વાસ્થ્ય સ્વયંસેવકોની પ્રદેશ બેઠકને સંબોધી. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ડૉક્ટર સેલના પ્રદેશ કન્વીનર ડૉ. ધર્મેન્દ્રભાઈ ગજ્જર સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યાં.

બૂથ સશક્તિકરણ અભિયાન

‘બૂથ સશક્તિકરણ અભિયાન’ અંતર્ગત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે જિલ્લા અને મહાનગર સ્તરની ટીમનાં પ્રશિક્ષણ વર્ગમાં સર્વ સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા તથા પ્રદેશ હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

૧૫મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચીત ધારાસભ્યો માટે બે-દિવસીય સંસદીય કાર્યશાળાનો આરંભ

લોકસભા અધ્યક્ષ માનનીય શ્રી ઓમ બિરલાજીએ ગાંધીનગર ખાતે ૧૫મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચીત ધારાસભ્યો માટે બે-દિવસીય સંસદીય કાર્યશાળાનો આરંભ કરાવ્યો, ધારાસભ્યશ્રીઓ સંસદીય કાર્યપદ્ધતિથી પરિચિત થાય અને એમને નિષ્ણાંતોનું માર્ગદર્શન મળી રહે એ હેતુથી શરૂ આ કાર્યશાળાનું આયોજન કરાયું. આ કાર્યશાળાની મદદથી જનતા જનાર્દન માટેની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે, ધારાસભ્યશ્રીઓ વધુ અસરકારક રીતે ગૃહમાં વિકાસનાં મુદ્દાઓ

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનાં કેમ્પસમાં IDPT – ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજી કોલેજનું ખાતમુહૂર્ત

સુરતને શિક્ષણક્ષેત્રે અગ્રેસર રાખવામાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો મોટો ફાળો છે, આજે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનાં કેમ્પસમાં IDPT – ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજી કોલેજનું ખાતમુહૂર્ત કર્યું. આ કોલેજ તૈયાર થઇ જતા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ક્ષેત્રે કેરિયર બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની સુવિધાઓમાં ઉમેરો થશે. સુરત શહેર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ,સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પદાધિકારીશ્રાઓ ઉપસ્થિત રહ્યા.

પર્યાવરણની મદદથી આપી શહીદોને શ્રદ્ધાંજલિ

પર્યાવરણની મદદથી આપી શહીદોને શ્રદ્ધાંજલિ  સુરતનાં ઉધના ખાતે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અંતર્ગત તૈયાર કરાયેલા અર્બન ફોરેસ્ટ “શહીદ સ્મૃતિ વન”માં શહીદ સ્મારકની પ્રતિમાઓનું અનાવરણ કર્યું. શહીદોએ આપણી ભારત માતા માટે આપેલું બલિદાન ક્યારેય ભૂલી શકાશે નહીં. એમને નમન કર્યા. ‘શહીદ સ્મૃતિ વન’ ખાતે ૧૫૦૦ જેટલા નેટિવ સ્પિસિસના વૃક્ષોનું વાવેતર અને કાળજી માટે ગ્રીન મેન તરીકે

ઓક્સિજન અને ટેકનોલોજીથી સજ્જ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને અર્પણ

લિંબાયત વિધાનસભા ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે એમની ગ્રાંટમાંથી અધ્યતન સાધનો, ઓક્સિજન અને ટેકનોલોજીથી સજ્જ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને અર્પણ કરી. આ એમ્બ્યુલન્સની મદદથી ગંભીર દર્દીઓને હોસ્પિટલ પહોંચવાનાં સમય દરમિયાન એમ્બ્યુલન્સમાં વધુ અદ્યતન સાધનોની મદદથી જરૂરી સારવાર આપી શકાશે અને અન્ય શહેરોનાં દર્દીઓને સુરત સિવિલમાં શિફ્ટ કરવામાં મદદ પણ મળશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ,

155 ઓલપાડ વિધાનસભાનાં નાગરિકો માટે “સેવા રથ“ ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન

કેન્દ્ર અને રાજ્ય સરકારની જન-કલ્યાણકારી યોજનાઓ જન-જન સુઘી પહોંચી શકે, નાગરિકો સરળતાથી આ યોજનાઓનો લાભ ઘર આંગણે લઇ શકે એ હેતુથી આજે 155 ઓલપાડ વિધાનસભાનાં નાગરિકો માટે “સેવા રથ“ ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. મંત્રી શ્રી મુકેશભાઇ પટેલને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી

નવસારી ખાતે શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સંસ્કૃતિ-2023 આનંદમેળાનું ઉદ્ઘાટન

આજે નવસારી ખાતે શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સંસ્કૃતિ-2023 આનંદમેળાનું ઉદ્ઘાટન કરવાનો અવસર સાંપડ્યો. આવા આનંદમેળાનાં આયોજનની મદદથી સંસ્કૃતિનું જતન થાય છે. સર્વ આયોજકોને અભિનંદન પાઠવ્યા.