Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ભૂમિપૂજન

હિંમતનગર ખાતે નિર્માણ પામનારા સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ભૂમિપૂજન કરવાની ધન્યતા પ્રાપ્ત થઇ. ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ ફક્ત રાજકારણ જ નથી કરતા પણ સાથે-સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે અને એટલે જ સત્તામાં આવ્યા પછી પણ ભાજપાને એન્ટીઇન્કમ્બન્સી નડતી નથી. ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓએ પાર્ટીનાં “સેવા એ જ સંસ્કાર”નાં સંકલ્પને જાળવી રાખ્યો છે, જેનો મને અનહદ આનંદ

નવસારીમાં એસ.એસ અગ્રવાલ કોલેજ કેમ્પસમાં નવનિર્મિત આયુર્વેદ કોલેજને ઉદ્ઘાટિત

લોકો આયુર્વેદનું મહત્વ સમજે અને આપણાં ઋષિમુનીઓનો આયુર્વેદનો વારસો જળવાયેલો રહે એ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આયુર્વેદનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. આજે નવસારીમાં એસ.એસ અગ્રવાલ કોલેજ કેમ્પસમાં નવનિર્મિત આયુર્વેદ કોલેજને ઉદ્ઘાટિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આપણો દેશ એકમાત્ર એવો દેશ છે, જેની પાસે આયુર્વેદ છે-અને એનું આપણને સૌને ગૌરવ છે. આ

નવસારીમાં લુન્સીકુઇ સર્કિટ હાઉસ સામે દેવજી સર્કલને લોકાર્પિત

નવસારીમાં લુન્સીકુઇ સર્કિટ હાઉસ સામે દેવજી સર્કલને લોકાર્પિત કર્યુ. પૂજ્ય બાપુની પ્રતિમા એમનાં સંસ્કારોને, વિચારોને સતત યાદ અપાવતી રહેશે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

ભરૂચ ખાતે યોજાયેલા મતદાતા ઋણસ્વીકાર કાર્યક્રમ

આજે ભરૂચ ખાતે યોજાયેલા મતદાતા ઋણસ્વીકાર કાર્યક્રમમાં સર્વ મતદાતાઓને નતમસ્તક વંદન કર્યા. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મતદાતાશ્રીઓને રૂબરૂ મળવાનું સૌભાગ્ય સાંપડ્યું. ખૂબ આનંદ થયો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, જિલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સહિત આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મતદાતાઓ ઉપસ્થિત

નાગરિકોને મુસાફરીમાં રાહત મળે એ માટે સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા વધારવા

દેશનાં અન્ય શહેરો સાથે સુરતની એર કનેક્ટિવિટી વધે અને સુરત તેમજ આસપાસનાં વિસ્તારનાં નાગરિકોને મુસાફરીમાં રાહત મળે એ માટે સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા વધારવા માટેનાં સફળ પ્રયાસો કરાઇ રહ્યા છે, જે અંતર્ગત આજે એર એશિયાની સુરત-દિલ્હી ખાતેની સૌ પ્રથમ ફ્લાઇટનું ઉદઘાટન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.

સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ હેતુ અંતર્ગત સુરત ખાતે પોલીસ આવાસો લોકાર્પિત

નાગરિકોની શાંતિ, સુખાકારી, સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ અને એમનાં પરિવારની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ હેતુ અંતર્ગત સુરત ખાતે પોલીસ આવાસો લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત

અમેચ્યોર ફેન્સીંગ એસોસિએશન ઓફ ગુજરાત સ્ટેટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોજાયેલી વુમન્સ ફેન્સીંગ લીગ

અમેચ્યોર ફેન્સીંગ એસોસિએશન ઓફ ગુજરાત સ્ટેટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોજાયેલી વુમન્સ ફેન્સીંગ લીગમાં ઉપસ્થિત રહી દિકરીઓને મળી ખૂબ આનંદ થયો. સ્પોર્ટસનાં ક્ષેત્રમાં પણ દિકરીઓ હવે પોતાની મક્કમ અને મજબૂત જગ્યા બનાવી રહી છે-જે ખૂબ ગર્વની વાત છે. સૌ દિકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છા.

ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન

ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, જનસેવા એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે અને એને સદા-સર્વદા ફળિભૂત થતા જોઇ અત્યંત આનંદની લાગણી અનુભવતો રહું છું. રમેશભાઇને શુભેચ્છાઓ પાઠવું છું. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, શ્રી રંજનબેન ભટ્ટ, જિલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા સહિત હોદ્દેદારો, આગેવાનો અને

લિંબાયત વિધાનસભામાં મહા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ

જનસેવા એ જ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત અને પાયાનાં સંસ્કાર રહયા છે. લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલનાં માર્ગદર્શન હેઠળ મારા જન્મદિવસની આગોતરી ઉજવણી નિમિત્તે લિંબાયત વિધાનસભામાં મહા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ જેમાં આંખની તપાસ અને વિના મૂલ્યે આંખનું ઓપરેશનનો પણ સમાવેશ થાય એવા ઉમદા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું,

ઉધના ઝોન ભાજપા પરિવાર દ્વારા યોજાયેલા રક્તદાન શિબિર અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ઉપસ્થિત

આજે મારા જન્મદિવસે યુથ ફોર ગુજરાત અને ઉધના ઝોન ભાજપા પરિવાર દ્વારા યોજાયેલા રક્તદાન શિબિર અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ઉપસ્થિત રહી સર્વ રક્તદાતાઓને રૂબરૂ મળવાનો અવસર મળ્યો. રક્તદાનના મહાદાન સાથે જનસેવાનું પુણ્યકાર્ય કરનાર સર્વ રક્તદાતાઓનો આભાર માનું છું. શ્રી છોટુભાઇ પાટીલ અને સર્વ કાર્યકર્તાશ્રીઓનો અપ્રતિમ સ્નેહ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું