Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

લિંબાયત ખાતે મારા જન્મદિવસ નિમિત્તે કિર્તન અને ગંગા સ્વરૂપ બહેનો માટે સાડી વિતરણ કાર્યક્રમ

કોર્પોરેટર શ્રી ભાઇદાસ પાટીલે નવાગામ લિંબાયત ખાતે મારા જન્મદિવસ નિમિત્તે કિર્તન અને ગંગા સ્વરૂપ બહેનો માટે સાડી વિતરણ કાર્યક્રમ આયોજીત કર્યો. એમનો આભાર

‘પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ’ના નવમા સત્રમાં ‘ચૂંટણી પ્રબંધન’ વિષય પર માર્ગદર્શન આપવાનો અવસર

જૂનાગઢનાં માલણકા ખાતે યોજાયેલા 'પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ'ના નવમા સત્રમાં 'ચૂંટણી પ્રબંધન' વિષય પર માર્ગદર્શન આપવાનો અવસર સાંપડ્યો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી વિનોદભાઈ ચાવડા અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ તથા સત્રના અધ્યક્ષ શ્રી ઝવેરીભાઈ ઠકરાર સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે શ્રી અન્ન મિલેટ્સ ફૂડ ફેસ્ટ યોજાયો

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતની પારંપારિક ખેત પેદાશ-મિલેટ્સ(જાડા ધાન)ની ખેતી અને તેના આહારમાં ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે, એ અંતર્ગત આજે સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે શ્રી અન્ન મિલેટ્સ ફૂડ ફેસ્ટ યોજાયો, જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. મિલેટ્સ સ્વાસ્થ-વર્ધક છે અને આહારમાં એનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે કુકિંગ કોમ્પિટીશનમાં બહેનોએ બનાવેલી મિલેટ્સની

નવસારી ખાતે પ્રભુ શ્રી રામ સાથે સાક્ષાત્કાર કરાવતી રામકથાનું રસપાન

નવસારી ખાતે પ્રભુ શ્રી રામ સાથે સાક્ષાત્કાર કરાવતી રામકથાનું રસપાન પૂજ્ય મોરારી બાપુનાં સ્વમુખે ગ્રહણ કરી ધન્યતા અનુભવી. પૂજ્ય બાપુનાં ચરણોમાં વંદન કરી વ્યાસપીઠને પુષ્પાંજલિ અર્પણ કરી.

સુરત શહેરની કારોબારી બેઠકને સંબોધિત કરી.

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યાલય ખાતે યોજાયેલી સુરત શહેરની કારોબારી બેઠકને સંબોધિત કરી. કાર્યકર્તાશ્રીઓ ખભે-ખભો મેળવી અથાક પરિશ્રમ સાથે કાર્ય કરી રહ્યા છે-આ માટે એમનો આભાર માન્યો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા આહવાન કર્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ

ડોક્ટર્સ દ્વારા CPR ટ્રેનિંગ અભિયાનનો સુરત ખાતેથી પ્રારંભ કરાવી ભાજપાનાં મૂળભૂત સંસ્કાર સાકાર થઇ રહ્યાની અનેરા આત્મસંતોષની લાગણી અનુભવી.

CPR એક એવી ટ્રેનિંગ છે, જેની મદદથી હાર્ટ એટેક જેવી કોઇપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીમાં કોઇપણ વ્યક્તિનો જીવ બચાવવામાં મદદ કરે છે. યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓને ડોક્ટર્સ દ્વારા CPR ટ્રેનિંગ અભિયાનનો સુરત ખાતેથી પ્રારંભ કરાવી ભાજપાનાં મૂળભૂત સંસ્કાર સાકાર થઇ રહ્યાની અનેરા આત્મસંતોષની લાગણી અનુભવી. “સેવા” એ ભારતીય

બુથ સશક્તિકરણ અભિયાન-2023

બુથ સશક્તિકરણ અભિયાન-2023 અંતર્ગત નવસારી જીલ્લામાં યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ તેમજ જીલ્લા પ્રભારી શ્રીમતી ઉષાબેન પટેલ,જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રીશ્રીમતી શીતલબેન સોની, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

સુરત જીલ્લાની ‘બૂથ સશક્તિકરણ બેઠક’

એક સશક્ત બૂથ, સમગ્ર સંગઠનને મજબૂત બનાવી શકે છે…. બારડોલી ખાતે યોજાયેલી સુરત જીલ્લાની 'બૂથ સશક્તિકરણ બેઠક' તેમજ 'સોશિયલ મીડિયા કાર્યશાળા'માં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ અને બૂથનાં સદસ્યશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ,

સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા યોજાયેલા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત

સુરત મહાનગર ખાતે વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા યોજાયેલા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ બંને એસોસિએશનો એક પરિવારની જેમ કાર્ય કરી સુરતનાં વિકાસમાં પોતાનો અનેરો ફાળો આપી રહ્યા છે એનો મને આનંદ છે. સૌને મળીને ખૂબ આનંદ થયો.

શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નવાણસત્રમાં પૂજ્ય સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજના સ્વમુખે કથાનું રસપાન

વડોદરા ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નવાણસત્રમાં પૂજ્ય સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજના સ્વમુખે કથાનું રસપાન પ્રાપ્ત કરી અતિધન્યતા સભર પળોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભાગવત અતિ મહત્વપૂર્ણ ગ્રંથ છે, કારણ કે એમાં વૈશ્વિકથી લઇ આધ્યાત્મિક જ્ઞાન સમાયેલું છે, આવા જ્ઞાનની પ્રાપ્તિ પરમ સંતોષની અનુભૂતિ આપે છે. આ પ્રસંગે શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી