Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

ટી.બી.નાબૂદીનાં સંકલ્પ સાથે વડોદરાનાં હરણી ખાતે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે ટી.બી.નાં 600 દર્દીઓને દત્તક લીધા

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ ટી.બી નાબૂદી તરફ આગળ વધી રહ્યો છે-ત્યારે ટી.બી.નાબૂદીનાં સંકલ્પ સાથે વડોદરાનાં હરણી ખાતે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે ટી.બી.નાં 600 દર્દીઓને દત્તક લીધા. આ ભગીરથ કાર્ય બદલ એમને અભિનંદન પાઠવ્યા અને દર્દીઓનાં સ્વજનો સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, આગેવાનો

મજબૂત સંગઠનનાં પાયાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ….

મજબૂત સંગઠનનાં પાયાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ…. વડોદરા ખાતે શહેર ભાજપ કાર્યાલયનો શિલાન્યાસ કરી ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનને વધુ મજબૂત કરવાની દિશા તરફ એક નવું કદમ માંડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ તથા ધારાસભ્યો, મહાનગરના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

“પ્રયાસોથી અધિક આ વિશ્વમાં બીજું કશું જ મહત્વનું નથી…!

“પ્રયાસોથી અધિક આ વિશ્વમાં બીજું કશું જ મહત્વનું નથી…!” ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ સાથે આજે વહેલી સવારે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી. આ પ્રસંગે સુરત મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્યશ્રીઓ શ્રી સંગીતાબેન પાટીલ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી સંદીપભાઈ દેસાઈ, શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિન્દલ, શ્રી કાળુભાઈ ભીમનાથ ડેપ્યુટી

ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનનાં સર્વ હોદ્દેદારશ્રીઓ અને સભ્યશ્રીઓનો અપાર સ્નેહ બદલ હૃદયપૂર્વક આભાર

સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનનાં સર્વ હોદ્દેદારશ્રીઓ અને સભ્યશ્રીઓનો અપાર સ્નેહ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌએ સાથે મળીને સુરતનાં ટેક્ષટાઇલ ઉદ્યોગને વિશ્વભરમાં મજબૂત સ્થાન અપાવ્યું છે, જે ગૌરવની વાત છે. આપ સૌનો સ્નેહ અને સંગાથ સદાય પ્રાપ્ત થતો રહ્યો છે, જે બદલ સૌનો આભાર

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પના

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાને સાકાર કરતા ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય આવતીકાલથી સોમનાથનાં દરિયાકિનારે યોજાવાનો છે ત્યારે મૂળ સૌરાષ્ટ્રના અને તમિલનાડુ સ્થાયી થયેલા ભાઇ-બહેનોને આજે સુરત રેલ્વે સ્ટેશન પર આવકાર્યા. સૌરાષ્ટ્ર - તમિલ સંગમ સૌરાષ્ટ્ર અને તમિલનાડુની સંસ્કૃતિનાં જોડાણને વધુ મજબૂત બનાવશે અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પાવન પ્રતિમાનાં અનાવરણ પ્રસંગે

સુરતનાં પાંડેસરા ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પાવન પ્રતિમાનાં અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. છત્રપતિ શિવાજી મહારાજનાં શૌર્ય અને અપ્રતિમ સાહસને વંદન કર્યા.

મીઠા પાણીનાં જળસંગ્રહની યોજના-પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટરનું ખાતમુહૂર્ત

આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં વરદ હસ્તે નવસારીની પૂર્ણા નદી પર આગળ વધતી દરિયાઇ ખારાશને અટકાવવા અને મીઠા પાણીનાં જળસંગ્રહની યોજના-પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટરનું ખાતમુહૂર્ત થયું, આ ખાતમુહૂર્તથી નવસારીનો વિકાસ વધુ વેગવંતો બન્યો એ વાતે ખૂબ આનંદ અને ગૌરવ છે. આ પ્રોજેક્ટને પગલે નવસારી સહિત આજુબાજુનાં 23 ગામોને પીવા માટે મીઠું પાણી મળી રહેશે. માનનીય

વડોદરા ખાતે સમન્વય પ્રતિષ્ઠાન ફાઉન્ડેશનના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ

આજે વડોદરા ખાતે સમન્વય પ્રતિષ્ઠાન ફાઉન્ડેશનના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો. સૌને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે પ્રભારી શ્રીમતી દર્શનાબેન દેશમુખ, શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, જિલ્લા પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, મેયર શ્રી નિલેશભાઈ રાઠોડ, સામાજિક આગેવાન શ્રી દિલીપભાઈ દેશમુખ તેમજ ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

Untitled

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ‘મન કી બાત’ કાર્યક્રમનાં 99 એપિસોડ પૂર્ણ થયા છે અને 30મી એપ્રિલનાં રોજ 100મો એપિસોડ રજૂ થવાનો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાતનાં અત્યાર સુધીનાં એપિસોડમાં કહેલી વાતોની ઇ-બુકનું વિમોચન આજે વડોદરા ખાતે કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વિશ્વનાં કોઇપણ રાષ્ટ્રપ્રમુખ કે પ્રધાનમંત્રીએ રેડિયોનાં માધ્યમથી એકસાથે 100 જેટલા એપિસોડ

યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “સ્વચ્છ ભારત” અભિયાનની શરૂઆત કરી હતી, આ અભિયાન અંતર્ગત યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, જે નિમિત્તે આજે સુરત મહાનગર ખાતે આવેલા પવિત્ર યાત્રાધામ અંબિકાનિકેતન મંદિર અને એની આજુબાજુનાં સ્થાને કાર્યકર્તાશ્રીઓ સાથે મળી સફાઇ અભિયાન હાથ ધર્યું.