Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

સ્વામિ નારાયણ કન્યા ગુરૂકુળનો શિલાન્યાસ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે સંપન્ન થયો, આ પ્રસંગે ઉપસ્થિત રહી સંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ ગુરૂકુળનાં માધ્યમથી દિકરીઓને ઉચ્ચ ભણતરની સાથે શ્રેષ્ઠત્તમ ભવિષ્યની પ્રાપ્તિ થશે.

સુરત ખાતે સ્વામિ નારાયણ કન્યા ગુરૂકુળનો શિલાન્યાસ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે સંપન્ન થયો, આ પ્રસંગે ઉપસ્થિત રહી સંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ ગુરૂકુળનાં માધ્યમથી દિકરીઓને ઉચ્ચ ભણતરની સાથે શ્રેષ્ઠત્તમ ભવિષ્યની પ્રાપ્તિ થશે.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ મિડીયા વિભાગની કાર્યશાળામાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ

આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ મિડીયા વિભાગની કાર્યશાળામાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પ્રેમકુમાર શુક્લાજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ સહ પ્રવક્તા ડૉ.ઋત્વિજભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ મકવાણા, ડૉ.ભરતભાઈ ડાંગર, મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, પ્રદેશ સહ કન્વીનર

સુરત મહાનગર ખાતે પેજ સમિતિના સભ્યો સાથે બેઠક

સુરત મહાનગર ખાતે પેજ સમિતિના સભ્યો સાથે બેઠક કરી, સૌની સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

સોશિયલ મિડીયા કાર્યશાળામાં કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન

જૂનાગઢની પુણ્ય ધરા પર જીલ્લા અને મહાનગરનાં બૂથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત યોજાયેલી સોશિયલ મિડીયા કાર્યશાળામાં કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. સોશિયલ મિડીયા આજનાં સમયમાં મહત્વની ભૂમિકા ભજવે છે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને સોશિયલ મિડીયાનાં માધ્યમથી જન-જન સુધી પહોંચાડી શકાય છે અને નાગરિકો સાથે સંપર્કમાં રહી એમની સમસ્યાઓ જાણી એનું નિવારણ લાવવામાં પણ સરળતા રહે છે. આ

વાહન વ્યવહાર નિગમની 125 નવીન બસોને નવસારી ખાતે લોકાર્પિત કરી

રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની 125 નવીન બસોને નવસારી ખાતે લોકાર્પિત કરી, લોકોની મુસાફરી વધુ સરળ અને સગવડદાયી બને એ દિશામાં બસોનું નવીનીકરણ ગુજરાતનાં વિકાસની હરણફાળને વધુ વેગવંતી બનાવશે અને જન-જનની સુખાકારીમાં ઉમેરો થશે. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહ, પ્રદેશ મંત્રી શ્રી

પોલીસ અને એમનાં પરિવારની સુખાકારી માટે નવસારીનાં ચીખલી ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથે પોલીસ આવાસો લોકાર્પિત

સલામતી માટે દિવસ-રાત ખડેપગે રહેતી પોલીસ અને એમનાં પરિવારની સુખાકારી માટે નવસારીનાં ચીખલી ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથે પોલીસ આવાસો લોકાર્પિત કર્યા અત્યંત આનંદની લાગણી અનુભવી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકાર્પિત થયેલા આ આવાસો ફરજ સ્થળની પાસે જ આવેલા હોવાને કારણે પોલીસકર્મીઓની સરળતા અને સુગમતામાં ઉમેરો થશે અને કાર્યદક્ષતા પણ વધશે

#ManKiBaat નાં 100મા એપિસોડ

રેડિયો જેવું માધ્યમ લુપ્ત થવાની અણી પર હતું ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “મન કી બાત”નાં માધ્યમથી દેશવાસીઓ સાથે સંપર્ક શરૂ કર્યો અને દેશ-દુનિયામાં બનતા વિશિષ્ટ બનાવો અને વ્યક્તિઓ વિશે વાત કરી યુવાનોને, દેશવાસીઓને સતત પ્રોત્સાહિત કર્યા અને એટલે જ #ManKiBaat નાં પ્રત્યેક એપિસોડ્સ દેશવાસીઓ માટે વિશેષ બની રહ્યા. આજે #ManKiBaat નાં 100મા

સુરતની સૌથી જૂની અશક્તા આશ્રમ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજ અને કેથલેબનું ઉદ્ઘાટન

સુરતની સૌથી જૂની અશક્તા આશ્રમ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજ અને કેથલેબનું ઉદ્ઘાટન કર્યું, એન્જીયોપ્લાસ્ટી, પેસમેકરની અત્યાધુનિક સુવિધાનો ઉમેરો થતા દર્દીઓેને મહત્તમ લાભ મળશે. અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

પુણ્ય ભૂમિ બગદાણા ખાતે બાપા સીતારામનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

જ્યાં અનેક સંતોનાં પાવન પગલાં પડ્યા છે એવી પુણ્ય ભૂમિ બગદાણા ખાતે બાપા સીતારામનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. અપાર ધન્યતા અને પરમ શાંતિનો અનુભવ કર્યો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પ્રમુખ શ્રી આર.સી. મકવાણા સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

માંડવી ખાતે યોજાયેલા 156 દિકરીઓનાં સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત

|| कुर्यात सदा मंगलम् || માંડવી ખાતે યોજાયેલા 156 દિકરીઓનાં સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહી દિકરીઓને આશીર્વાદ પાઠવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પરિણય યાત્રા ગૃહસ્થીમાં પરિણમી રહી છે ત્યારે બંને એક જ પંથનાં પ્રવાસી બની રહો અને એકબીજાનાં સુખ, દુખ, સફળતા, સંઘર્ષમાં સહભાગી બની સ્વધર્મ અને કર્તવ્યધર્મનું પાલન કરતા રહો એવી નવ દંપતિઓને શુભેચ્છાઓ પાઠવી. રાજ્ય