Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

સુરત ખાતે હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર “ધ વર્લ્ડ”નાં ભવ્ય શુભારંભ પ્રસંગે

સુરત ખાતે હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર “ધ વર્લ્ડ”નાં ભવ્ય શુભારંભ પ્રસંગે હાજરી આપી, સૌને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા. રાજ્ય સરકારના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા.

સુરત ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલન

આજ સુરત ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, શ્રી એમ.એસ. પટેલ, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર શ્રીમતી

વૈષ્ણવાચાર્ય પૂજ્ય 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પાવન ઉપસ્થિતિ

વૈષ્ણવાચાર્ય પૂજ્ય 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પાવન ઉપસ્થિતિ વચ્ચે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાતના 75 ગામોમાં રિચાર્જ બોરવેલ સ્થાપનાના ભાગરૂપે 31 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ સંપન્ન થયું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. મેયર શ્રી હિતેશભાઈ મકવાણા સહિત હોદ્દેદારો, ધારાસભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

અમદાવાદ જિલ્લાની કારોબારી બેઠક

પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે અમદાવાદ જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

પાટણ જિલ્લાની કારોબારી બેઠક

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી પાટણ જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત, પાટણ જિલ્લાના પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર સહિત જિલ્લાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

સાબરકાંઠા જિલ્લાની કારોબારી બેઠક

પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી સાબરકાંઠા જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, માર્ગદર્શન આપ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની કારોબારી

કાર્યકર્તાશ્રીઓ સંગઠનનો મજબૂત પાયો છે. આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લાના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને

લેબ ગ્રોન ડાયમંડ એસોશિયેશન દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનાર્મેન્ટની ઓપનીંગ સેરેમની

ક્રિકેટ એ સ્પોર્ટસનો મહત્વનો હિસ્સો તો છે જ, પણ મોજનો પણ હિસ્સો છે. આજે સુરત ખાતે લેબ ગ્રોન ડાયમંડ એસોશિયેશન દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનાર્મેન્ટની ઓપનીંગ સેરેમનીમાં ઉપસ્થિત રહી ખૂબ આનંદ પ્રાપ્ત થયો. ક્રિકેટની રમત સાથે જોડાયેલા દિવસો યાદ આવી ગયા.

ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલનનો શુભારંભ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલનનો શુભારંભ કરાવ્યો એ પ્રસંગે હાજર રહેવાનું સૌભાગ્ય અને ગૌરવ સાંપડ્યું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજ્યકક્ષાના મંત્રી