Views Navigation

Event Views Navigation

Today
  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે લખેલા “માડી” ગરબાનાં તાલે રાજકોટમાં 1,21,000થી વધુ ખેલૈયાઓએ ગરબે ઘૂમી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે લખેલા “માડી” ગરબાનાં તાલે રાજકોટમાં 1,21,000થી વધુ ખેલૈયાઓએ ગરબે ઘૂમી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આજે આ રેકોર્ડનું સર્ટિફિકેટ સ્વીકારતા ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવી. આજે રાજકોટનાં નાગરિકોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટે અભૂતપૂર્વ આદર, પ્રેમ, સમર્થન અને અપ્રતિમ લગાવ દર્શાવ્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ લખેલા ગરબાનાં તાલે

  • નતમસ્તક સર્વ શહીદોને કરીએ યાદ એમની સ્મૃતિમાં ગુજરાતનું મૂલ્યવાન યોગદાન !!

    નતમસ્તક સર્વ શહીદોને કરીએ યાદ એમની સ્મૃતિમાં ગુજરાતનું મૂલ્યવાન યોગદાન !! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી અમૃત કળશ સાથેનાં 75 ઈ-વ્હીકલનું પ્રસ્થાન કરાવતા હૃદય ભાવવિભોર બન્યું. સમગ્ર ચેતનામાં એક અનોખી ઉર્જા અનુભવાઇ. દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં આ “અમૃત

  • સુરત જિલ્લાના માંગરોળ ખાતે APMCના સભ્યોનું વિશેષ કામગીરી બદલ સન્માન કર્યું

    સુરત જિલ્લાના માંગરોળ ખાતે APMCના સભ્યોનું વિશેષ કામગીરી બદલ સન્માન કર્યું, સૌની સાથે સંવાદ સાધી અનેરા આનંદની લાગણી અનુભવી. બાઇક રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા સભ્યો, કાર્યકર્તાશ્રીઓ અને નાગરિકોનો જોશ અને અનેરા ઉત્સાહે ઉર્જામય વાતાવરણનું સર્જન કર્યું. આ સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ

  • આજે ઓલપાડની 24 તાલુકા પંચાયતનાં શક્તિ કેન્દ્ર પર લાભાર્થીઓ, કાર્યકર્તાશ્રીઓ, મતદાતાશ્રીઓ, ગંગા સ્વરૂપ બહેનો સાથે સંવાદ સાધ્યો, વિવિધ વિષયો પર વર્ચ્યુઅલ ચર્ચા કરી

    આજે ઓલપાડની 24 તાલુકા પંચાયતનાં શક્તિ કેન્દ્ર પર લાભાર્થીઓ, કાર્યકર્તાશ્રીઓ, મતદાતાશ્રીઓ, ગંગા સ્વરૂપ બહેનો સાથે સંવાદ સાધ્યો, વિવિધ વિષયો પર વર્ચ્યુઅલ ચર્ચા કરી. આ સાથે વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકારના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદિપભાઇ દેસાઇ, સુરત જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રાઠોડ ઉપસ્થિત રહ્યા

  • ‘રન ફોર યુનિટી’ને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ફ્લેગ ઓફ આપ્યું.

    આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 'રન ફોર યુનિટી'ને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ફ્લેગ ઓફ આપ્યું. 4.2 કિલોમીટર દોડમાં લગભગ 7,000થી વધુ નાગરિકો જોડાયા. સરદાર વલ્લભભાઇ પટેલનાં આદર્શો અને વિચારોને જીવનમાં ઉતારવાનો ઉત્તમ માર્ગ “એકતા” છે !!!

  • મજબૂત અને મક્કમ ગુજરાત વિકાસપથ પર અગ્રેસર ગુજરાત !

    મજબૂત અને મક્કમ ગુજરાત વિકાસપથ પર અગ્રેસર ગુજરાત ! આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે મહેસાણાના ડભોડા ખાતે લાખોની જનમેદની વચ્ચે ગુજરાતને ₹5,950 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. આ ધન્ય અને ઐતિહાસિક પળોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સહિત

  • આજે ગીર સોમનાથનાં વેરાવળ તાલુકાના ડાભોર ખાતે નવનિર્મિત વિમ્સ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત

    આજે ગીર સોમનાથનાં વેરાવળ તાલુકાના ડાભોર ખાતે માનનીય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે નવનિર્મિત વિમ્સ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંત-મહંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. આ અતિઆધુનિક અને સુવિધાસભર હોસ્પિટલનો લાભ જીલ્લાનાં અનેક ગ્રામ્યજનોને પ્રાપ્ત થવાનો છે, આરોગ્ય ક્ષેત્રે એમની સુખાકારીમાં ઉમેરો થયો

  • છત્તીસગઢમાં થયેલા મહાદેવ બેટિંગ એપ્લીકેશન કૌભાંડ અંગે આજે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધી. પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો

    છત્તીસગઢમાં થયેલા મહાદેવ બેટિંગ એપ્લીકેશન કૌભાંડ અંગે આજે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધી. પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો. જ્યારે ચૂંટણી લડવા માટે UAEથી આવતા પૈસાનો ઉપયોગ કરી ચૂંટણી જીતવાનો પ્રયાસ થતો હોય ત્યારે સ્વાભાવિકપણે ખોટું થવાની શક્યતા હોય છે અને નાગરિકોનો વિશ્વાસ ઉઠી જતો હોય છે. આટલી મોટી રકમ જ્યારે મહાદેવ એપ દ્વારા આપવામાં આવે છે

  • દિકરીઓ સૂરજ સમાન તેજથી પરિવાર, સમાજ, શહેર, રાજ્ય અને સમગ્ર દેશનું નામ રોશન કરી રહી છે

    દિકરીઓ સૂરજ સમાન તેજથી પરિવાર, સમાજ, શહેર, રાજ્ય અને સમગ્ર દેશનું નામ રોશન કરી રહી છે. ખારવા સમાજની આ દિકરીઓ પર ખૂબ ગર્વ છે. એમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરું છું. વેરાવળ ખાતે શ્રી શિવ સાગર મહિલા મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ખારવા સમાજની દિકરીઓનાં સન્માન સમારંભમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. આ સમારોહમાં

  • આત્મનિર્ભરતાનાં પથ પર અમરેલીનું મજબૂત કદમ

    આત્મનિર્ભરતાનાં પથ પર અમરેલીનું મજબૂત કદમ આજે અમરેલી ખાતે એરો ફ્રેયર ઇકે વિમાન ઉત્પાદન પ્લાન્ટનાં ખાતમુહૂર્ત પ્રસંગ ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. મને પૂરો વિશ્વાસ છે કે ભવિષ્યમાં અમરેલીમાં જ મોટા વિમાનો બનવાનો પ્લાન્ટ પણ નિર્માણ પામશે. સુરાણી પરિવારે અમરેલીમાં જ વિમાન બનાવવાનો પ્લાન્ટ