Views Navigation

Event Views Navigation

Today
  • મહીસાગર અને પંચમહાલ જિલ્લાની કારોબારી બેઠક

    કાર્યકર્તાશ્રીઓ મજબૂત સંગઠનનો પાયો છે…. પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે મહીસાગર અને પંચમહાલ જિલ્લાની કારોબારી બેઠક યોજાઇ, જેમાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, પંચમહાલ જિલ્લાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી દશરથભાઈ બારીયા સહિત હોદ્દેદારો,

  • રાધનપુર ખાતે નવનિર્મિત સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન

    રાધનપુર ખાતે નવનિર્મિત સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ હોસ્પિટલનાં નિર્માણથી રાધનપુરનાં નગરજનોની સ્વાસ્થ્ય સુખાકારીમાં ઉમેરો થશે. આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ પાઠવી. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, વરિષ્ઠ આગેવાન શ્રી કે.સી. પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા, ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી લવિંગજી ઠાકોર સહિત હોદ્દેદારો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

  • સુરત ખાતે યોજાયેલી 8 મહાનગરના પદાધિકારીશ્રીઓની બેઠક

    સુરત ખાતે યોજાયેલી 8 મહાનગરના પદાધિકારીશ્રીઓની બેઠકને સંબોધિત કરી. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, સુરત મહાનગરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત આઠ મહાનગરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

  • સુરત ખાતે જિલ્લા-મહાનગર કાર્યાલય નિર્માણ અંગે યોજાયેલી બેઠક

    સુરત ખાતે જિલ્લા-મહાનગર કાર્યાલય નિર્માણ અંગે યોજાયેલી બેઠકને સંબોધી, યોગ્ય સૂચનો કર્યા. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત તેમજ જિલ્લા-મહાનગર પ્રમુખશ્રીઓ, કોષાધ્યક્ષશ્રી અને કાર્યાલય નિર્માણ માટેના ઈન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

  • શ્રી બાગેશ્વર ધામ પીઠાધીશ પૂજય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજીનાં દિવ્ય દરબાર

    બાગેશ્વર સરકાર આયોજન સમિતિ સુરત દ્વારા લિંબાયતનાં નીલગીરી મેદાનમાં યોજાયેલા શ્રી બાગેશ્વર ધામ પીઠાધીશ પૂજય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજીનાં દિવ્ય દરબાર અને દિવ્ય પ્રવચનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. जय श्री राम

  •  અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર 9 વર્ષ પૂર્ણ કરી રહી છે, આ અંતર્ગત યોજાનારા વિભિન્ન કાર્યક્રમો સંદર્ભે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદ સંબોધી. કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે 9 વર્ષના વિકાસકાર્યો પર પ્રેઝન્ટેશન આપી સૌને માર્ગદર્શન પાઠવ્યું. આ પ્રસંગે

  • ‘સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર મીટ’

    #9YearsOfModiGovernment અંતર્ગત આજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી 'સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર મીટ'માં વિકાસ-કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું. સમગ્ર ગુજરાતમાંથી પધારેલા સોશિયલ મિડીયા ઇન્ફલુઅન્સર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધી ખૂબ આનંદ થયો. આ પ્રસંગે આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ કો-ઓર્ડીનેટર શ્રી પંકજભાઈ શુક્લા, સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ સહ કન્વીનર શ્રી મનનભાઈ દાણી સહિત

  • મહેસાણા જિલ્લાની કારોબારી બેઠક

    ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓની કાર્યશક્તિ સંગઠનને વધારે મજબૂત બનાવે છે… પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે મહેસાણા જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ, આ બેઠકમાં ઉપસ્થિત રહેલા સર્વ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા

  • સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારના કાર્યકાળને 9 વર્ષ પુર્ણ થતા સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારમાં દેશ આત્મનિર્ભર બન્યો, મજબૂત સુરક્ષા સાથે વિકાસનાં અનેક નવા સોપાનો સર કર્યા. '9 साल बेसिमाल' દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા વિકાસકાર્યો-સેવા કાર્યો વિશે ચર્ચા કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં

  • સુરત મહાનગર ખાતે યોજાયેલી સોશિયલ મિડીયા ઇન્ફ્લુઅન્સર્સ મીટ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ કર્યા, જે અંતર્ગત સુરત મહાનગર ખાતે યોજાયેલી સોશિયલ મિડીયા ઇન્ફ્લુઅન્સર્સ મીટમાં પ્રધાનમંત્રી શ્રીનાં નેતૃત્વમાં કરાયેલા વિકાસ કાર્યો-સેવા કાર્યો-વિવિધ યોજનાઓનું પ્રેઝન્ટશન આપ્યું. આજનાં યુવાનો દેશનાં વિકાસમાં રસ લઇ રહ્યા છે, યુવાન ભાઇ-બહેનો સાથે રૂબરૂ સંવાદ સાધવાનો આનંદ મળ્યો. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત