Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

આપણાં ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ

આપણાં ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે !! આપણાં દેશમાં સાત સ્થળોએ PM MITRA પાર્કનાં નિર્માણની મંજૂરી માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા મળી છે, જેમાંથી એક PM MITRA પાર્ક ગુજરાતમાં નવસારીનાં વાંસી-બોરસી ખાતે 1141 એકરમાં નિર્માણ પામશે. આજે સુરત ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષભાઇ

સુરત ખાતે ડો.રાકેશભાઇ સાળુંકેનાં “ફિનિક્સ કાર્ડિયો કેર સેન્ટર”નું ઉદ્ઘાટન

સુરત ખાતે ડો.રાકેશભાઇ સાળુંકેનાં “ફિનિક્સ કાર્ડિયો કેર સેન્ટર”નું ઉદ્ઘાટન કર્યું, ડો. રાકેશભાઇ અને એમની ટીમને શુભેચ્છાઓ પાઠવી. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

સુરતના કામરેજ ખાતે ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, દમણ અને દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતનાં સદસ્યોના બે દિવસીય અભ્યાસ વર્ગનું સમાપન

સુરતના કામરેજ ખાતે ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, દમણ અને દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતનાં સદસ્યોના બે દિવસીય અભ્યાસ વર્ગનું સમાપન થયું, આ પ્રસંગે હાજરી આપી. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓને ગળથૂથીમાં જ મેનેજમેન્ટ અને લોકસંપર્કની સ્કિલ મળી હોય છે. ચૂંટણીમાં કેવી કામગીરી કરવી એની સમજ સમગ્ર દેશમાં જો કોઇ કાર્યકર્તાઓને હોય તો એ ગુજરાતનાં કાર્યકર્તાઓને છે,

સુરત ખાતે સાંઇ રચના ઓપ્ટિકલ એન્ડ વોચ હાઉસનું ઉદઘાટન

સુરત ખાતે સાંઇ રચના ઓપ્ટિકલ એન્ડ વોચ હાઉસનું ઉદઘાટન કર્યું. સૌને શુભેચ્છાઓ પાઠવી. સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, કિશોરભાઈ કાનાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી અને સુરત ઓબ્સ્ટેટ્રીક સોસાયટી એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી દ્વારા યોજાયેલી વેસ્ટ ઝોન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી સર્વ ગાયનેકોલોજીસ્ટ્સ સાથે રૂબરૂ થવાનો અવસર

ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ડોક્ટર ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા.સુરત ઓબ્સ્ટેટ્રીક સોસાયટી એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી દ્વારા યોજાયેલી વેસ્ટ ઝોન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી સર્વ ગાયનેકોલોજીસ્ટ્સ સાથે રૂબરૂ થવાનો અવસર મળ્યો. આ કોન્ફરન્સમાં ગાયનેકોલોજીસ્ટસ દ્વારા આધુનિક સારવાર અને વિશેષ કેસ સ્ટડી પર ડિસ્કશન કરાયું. આ ડિસ્કશન ડોક્ટર ભાઇ-બહેનોને મદદરૂપ થશે અને એનો

લાયન્સ ક્લબનાં વીસમા કેબિનેટ ઇન્સ્ટોલેશન સમારંભમાં ઉપસ્થિત રહી સૌ નવનિયુક્ત સભ્યોને અભિનંદન પાઠવ્યા

લાયન્સ ક્લબનાં વીસમા કેબિનેટ ઇન્સ્ટોલેશન સમારંભમાં ઉપસ્થિત રહી સૌ નવનિયુક્ત સભ્યોને અભિનંદન પાઠવ્યા. લાયન્સ ક્લબ સેવાનાં અનેક કાર્યો કરતી રહે છે, સેવાની અવિરત સુવાસ ફેલાવવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ચાલી રહેલા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આપણો ભારત દેશ રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાયો છે.

ये तिरंगा ये तिरंगा ये हमारी शान है विश्वभर में भारती की अमिट पहचान है... માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ચાલી રહેલા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આપણો ભારત દેશ રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાયો છે. આજે સુરત મહાનગરનાં લિંબાયત વિધાનસભામાં યોજાયેલી તિરંગા યાત્રામાં હાજરી આપી, રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાયેલા વાતાવરણ વચ્ચે અપાર ઉર્જા અને આનંદ

તિરંગાનાં રંગ ભળી ગયા છે લોહીમાં !

તિરંગાનાં રંગ ભળી ગયા છે લોહીમાં ! સુરત મહાનગરનાં ટેક્ષટાઇલ માર્કેટમાં ભવ્ય તિરંગાયાત્રામાં ઉપસ્થિત રહી વિશાળ જનમેદનીનાં રાષ્ટ્રપ્રેમનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જ્યારે જ્યારે તિરંગાને સ્પર્શવાનું બને છે ત્યારે ત્યારે મારી અંદર એક અનેરી ઉર્જાનો સંચાર થયો છે. આપણાં દેશની આઝાદી માટે પ્રાણ ન્યૌછાવર કરનારા સર્વ શહીદોનું પુણ્ય સ્મરણ કર્યું. #harghartiranga

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે 77મા સ્વાતંત્ર્ય દિવસના પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે 77મા સ્વાતંત્ર્ય દિવસના પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો, મારી માતૃભૂમિ ભારત માનાં ચરણોમાં શિશ ઝૂકાવ્યું. આઝાદ ભારતનાં સર્વ શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી. આપણો દેશ આઝાદીનાં અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે ભારત દેશનાં સર્વ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી.

SJMA અને WICCI દ્વારા મહિલાઓ આત્મનિર્ભર થાય એ હેતુથી યોજાયેલા અભિલાષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

મહિલાઓની આત્મનિર્ભરતા એમનો આત્મવિશ્વાસ વધારે છે. SJMA અને WICCI દ્વારા મહિલાઓ આત્મનિર્ભર થાય એ હેતુથી યોજાયેલા અભિલાષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.