આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું
આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું. નર્સ બહેનોની સુખાકારી અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે ઇશ્વરને પ્રાર્થના કરી. સર્વ બહેનોનાં સ્નેહ માટે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સર્વ નર્સ બહેનો ખૂબ સ્નેહ અને કાળજી સાથે દર્દીઓની સેવા કરે છે. એમનાં આ સેવા કાર્યને મનોમન વંદન કર્યા.