Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

મોરબી ખાતે “શ્રી કમલમ”નું ખાતમૂહુર્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું

આજે મોરબી ખાતે “શ્રી કમલમ”નું ખાતમૂહુર્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. કાર્યાલય એ જનસેવાને જન-જન સુધી પહોંચાડવાનું એક સરનામું છે ! ભારતીય જનતા પાર્ટીનાં પ્રત્યેક કાર્યકર્તા જનસેવાનાં યજ્ઞમાં પોતાનું પૂર્ણ યોગદાન પાઠવી રહ્યા છે, જેનો મને અપાર આનંદ છે. આ પ્રસંગે મોરબીનાં કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળી ધન્યતા અને આનંદની લાગણી અનુભવી. પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી

ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘને પંચોત્તેર વર્ષ પૂર્ણ થતા શુભેચ્છાઓ પાઠવી.

આજે નવસારી જીલ્લાનાં ગણદેવી ખાતે ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘને પંચોત્તેર વર્ષ પૂર્ણ થતા શુભેચ્છાઓ પાઠવી. ખેડૂત સંઘની કામગીરી સાથે સંકળાયેલા તમામ ખેડૂતો, ગ્રાહકો, સભાસદો, મંડળીના પ્રતિનિધિઓનાં સહકાર અને અથાક પરિશ્રમથી ખેડૂત સંઘની કામગીરી તમામ ક્ષેત્રે સફળ રહી છે, જે અંગે તમામ સભ્યશ્રીઓને અભિનંદન પાઠવ્યા. રાજ્ય સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, નવસારી જિલ્લા પ્રમુખ શ્રી

“રક્તદાન એ મહાદાન!”

“રક્તદાન એ મહાદાન!” યંગ ફેડરેશન આયોજિત મહા-રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી સર્વ રક્તદાતાઓને વંદન કર્યા. રક્તદાન એ જીવતદાન પણ છે-કોઇની જીંદગીમાં જીવનદીપ પ્રજ્વલિત કરી આપતા રક્તદાનને મહાદાન ગણવામાં આવ્યું છે ! આ મહાદાન માટે સૌને અભિનંદન પાઠવ્યા.

“ગ્રેવિટી ઇ મોબેલિટી” શોરૂમની શુભેચ્છા મુલાકાત લીધી

આજે દુર્ગાષ્ટમીનાં પાવન અવસરે “ગ્રેવિટી ઇ મોબેલિટી” શોરૂમની શુભેચ્છા મુલાકાત લીધી. ઇલેક્ટ્રોમોબિલિટી પ્રકૃતિનું સંવર્ધન અને ઇઝી મોબિલિટીમાં મદદરૂપ થાય છે, આવનારા સમયમાં ઓટો ઇન્ડસ્ટ્રીમાં એની ડિમાન્ડ અંગે ચર્ચા કરી.

ખેલ ખેલ રે ભવાની મા…જય જય અંબે મા…

ખેલ ખેલ રે ભવાની મા…જય જય અંબે મા… નવરાત્રિની પરમ ઉર્જા ચારેકોરથી અનુભવાઇ રહી છે ત્યારે ગઇકાલે સુરત શહેર પોલીસ દ્વારા આયોજીત પોલીસ પરિવારનાં ગરબા મહોત્સવમાં મા આદ્યશક્તિની આરાધના કરી. લોકસેવા અર્થે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મીઓનાં પીઠબળ સમા એમનાં પરિવાર સાથેની આ સાંજ ખૂબ યાદગાર બની રહી.

મા તારો ગરબો ઝાકમઝોળ….

મા તારો ગરબો ઝાકમઝોળ…. આખું ગુજરાત ગરબામય બન્યું છે, દસેય દિશાઓ મા આદ્યશક્તિની ભક્તિમાં લીન બની છે ત્યારે ગઇકાલે રાત્રે સુરત સરસાણા ડોમ ખાતે આયોજિત કેસરિયા નવરાત્રી મહોત્સવમાં સહપરિવાર ઉપસ્થિત રહી સુરતીઓ સાથે ગરબાનો આનંદ માણ્યો.

या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ આજે દુર્ગાષ્ટમીનાં પાવન અવસરે સુરતનાં પવિત્ર શ્રી ઉમિયાધામ ખાતે યોજાયેલા નવરાત્રિ મહોત્સવની મહાઆરતીમાં ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી. પ્રજ્વલિત થયેલા 35 હજાર દિવડાઓ વાતાવરણને વધુ અલૌકિક બનાવી રહ્યા હતા. આઠમની સાંજે મા દુર્ગાનાં આશીર્વાદ પ્રાપ્ત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું વિશ્વનાં સૌથી મોટા હીરા બજારનું સ્વપ્ન સાકાર થઇ

कलशस्य मुखे विष्णु: कण्ठे रुद्र: समाश्रित:। मूले त्वस्य स्थितो ब्रह्मा मध्ये मातृगणा: स्मृता:। હીરા ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું વિશ્વનાં સૌથી મોટા હીરા બજારનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. આજે દશેરાનાં પાવન અવસરે હીરા બુર્સની ઓફિસોમાં એકસાથે 1000 કુંભઘડા મૂકી શુભ શરૂઆત કરાઇ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી

માડી તારા મંદિરિયે ઘંટારવ થાય….

માડી તારા મંદિરિયે ઘંટારવ થાય…. નવરાત્રિનાં નવમા દિવસે મા સિદ્ધિદાત્રીનાં પૂજન અને આરાધના બાદ સુરતની ટેનિસ ક્લબ ખાતે યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી, માની અપાર ભક્તિ સાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓએ એક અનેરી ઉર્જાનો અનુભવ કરાવ્યો.

અસત્ય પર સત્યનાં વિજયનો જય હો !!!

અસત્ય પર સત્યનાં વિજયનો જય હો !!! આજે સુરત મહાનગર ખાતે લિંબાયતનાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા રાવણ દહન કરાયું, આ પળે ઉપસ્થિત રહી અસત્ય પર સત્યનાં જયઘોષને વધાવ્યો. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઇ પટેલ, સુરત શહેર