અને વિવિધ મોરચાઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ કાર્યોની ભવ્ય પ્રદર્શની નિહાળી. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, વિવિધ મોરચાના અધ્યક્ષ તેમજ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ દિકરીઓ અને દિકરાઓને હાથ અર્પણ કરવાનાં સેવાકીય ઉપક્રમમાં હાજરી આપી, શ્રી રીતુબેન રાઠીને સેવાનાં આ અનોખા કાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવી. જેમને એક હાથ કે બંને હાથ નથી એવા દિવ્યાંગ દિકરા-દિકરીઓ માટે આ કૃત્રિમ હાથ જીવનનાં આધારસમ બનશે.
સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબ ખાતે યોજાયેલા સ્પોર્ટસ કાર્નિવલ અને દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી. CREDAI અમદાવાદ અને GIHEDનો ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. નવા વર્ષના કેલેન્ડર તેમજ ડાયરી લોન્ચ કરી અને મહિલા વિંગની વેબસાઇટ તથા વેબપેજનું અનાવરણ કર્યું. પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપ સિંહજી વાઘેલા , કેબિનેટ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, આરોગ્ય