માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ૨૭ અને ૨૮ ઓક્ટોબરના રોજ વડોદરા પધારી રહ્યા છે ત્યારે વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન પાઠવ્યા
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ૨૭ અને ૨૮ ઓક્ટોબરના રોજ વડોદરા પધારી રહ્યા છે ત્યારે વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન પાઠવ્યા
ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યતા અભિયાન અંતર્ગત આજે ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સક્રિય સદસ્ય બનાવ્યા. ભારતીય જનતા પાર્ટીએ વિશ્વનો સૌથી મોટો પરિવાર છે, હું સૌ કાર્યકર્તાશ્રીઓને સક્રિય સદસ્યતા અભિયાનમાં જોડાવા અપીલ કરું છું !
આજે યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીની પુણ્ય ઉપસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીર યુનિવર્સિટીનાં ચોથા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવી ! આ પદવીદાન સમારોહમાં 15 વિદ્યાશાખાના 2611 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ કરાઇ. આ પદવીદાન સમારોહમાં આજનાં યુવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. ઉપસ્થિત સૌ યુવાનો ટેકનોલોજીની આંગળી પકડી જ્ઞાનનાં
આજે નવસારી જીલ્લાનાં ગણદેવી ખાતે ટેલિફોન એક્સચેંજથી ધનાભાઇ કુમારશાળા સુધી તૈયાર કરાયેલા વોક વેનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી. આ વોક-વે રાહદારીઓ માટે અને શાળાએ જતા-આવતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે.
વિદ્યાર્થીઓમાં ગળથૂંથીથી જળ સંરક્ષણનાં સંસ્કાર ઉતરે એ હેતુથી શાળાઓએ પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે કાર્ય કરવું જોઇએ-આજે ગણદેવી પ્રાથમિક શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. BRC ગણદેવી દ્વારા આયોજીત તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન પણ નિહાળ્યું. બાળકોમાં તર્કની શક્તિ વધે અને વિજ્ઞાન સાથેનું અનુસંધાન મજબૂત બને એ માટે આવા પ્રદર્શનો
દિવાળીનો અવસર આંગણે આવી રહ્યો છે ત્યારે દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા યોજાયેલા સાર્વજનિક દિવાળી ઉત્સવમાં ઉપસ્થિત રહી સુરત માટે પ્રગટાવેલા એક લાખ દિવાઓનાં અજવાશનાં સાક્ષી બનવાનો અવસર સાંપડ્યો. આ પળે સુરતની સુખાકારી અને સમૃદ્ધિ સતત વધતી રહે એ માટે પ્રભુ શ્રી રામને મનોમન પ્રાર્થના કરી !
આજે રમા એકાદશીનાં પાવન દિવસે સુરત ખાતે જીવન જ્યોત બ્લડ બેંકનું ઉદઘાટન કર્યું ! આ બ્લડ બેંકની સેવા વધુ ને વધુ લોકો સુધી પહોંચે એવી શુભેચ્છાઓ પાઠવી !
આજે સુરત ખાતે “દાસત્વ: હિલીંગ લાઇફ” સેન્ટરનું ઉદ્ઘાટન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ સેન્ટર શહેરનાં નાગરિકોની સ્વસ્થતામાં ઉમેરો કરશે એવો મને વિશ્વાસ છે. સૌને શુભેચ્છાઓ પાઠવી.
ગઇકાલે રાજકોટ ખાતે "ન્યુઝ કેપિટલ" ચેનલ દ્વારા યોજાયેલી "બિલ્ડર ઓફ ધ નેશન" કોન્ક્લેવ તેમજ એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજકોટને વિકાસનાં પંથે આગળ ધપાવનાર સૌ બિલ્ડરોનું સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયો. બાંધકામ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી અને વિકાસના શિલ્પી બનનારા સૌ બિલ્ડરોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
દિવાળીનાં પાવન અવસરની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ - ૨૦૨૪ અંતર્ગત રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડૉ.કે.લક્ષ્મણજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠકને સંબોધિત કરી. સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી !