યુવાનો ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે અને શારીરિક સુસજ્જતા કેળવે એ હેતુથી લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરાયેલી લિંબાયત પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ - 2021 ખુલ્લી મૂકી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, શાસકપક્ષનાં નેતા શ્રી અમિતસિંહ રાજપૂત, સુરત શહેર પોલિસ કમિશનર શ્રી અજયકુમાર તોમરજી અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા.
યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં શુભ હસ્તે કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ થયું ત્યારે “દિવ્ય કાશી, ભવ્ય કાશી” ની આ ઐતિહાસિક ઘટનાને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્યશ્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સાથે મળીને વર્ચ્યુઅલી નિહાળી અને સુરતમાં ભગવાન શિવની આરાધના કરી, પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા.