Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

આગામી કાર્યક્રમો અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ કિસાન મોરચાની બેઠક યોજી

આગામી કાર્યક્રમો અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ કિસાન મોરચાની બેઠક યોજી, જરૂરી સૂચના અને માર્ગદર્શન પાઠવ્યા. પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડીયા, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ સહિત મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

આજે નવસારી જીલ્લાનાં ભીનાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ કરાવ્યો

આજે નવસારી જીલ્લાનાં ભીનાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ કરાવ્યો. નવસારીનાં ભીનારથી શરૂ થયેલી આ યાત્રા 22મી જાન્યુઆરીનાં રોજ 1000 કિમીનું અંતર કાપી મા આદ્યશક્તિ અંબાજીનાં પાવન ધામ ખાતે પરિપૂર્ણ થશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી આદિવાસી ભાઇ-બહેનોનું હિત એમનાં હૈયે વસ્યું છે.

આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજીત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ અને એન.જી.ઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળા

આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજીત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ અને એન.જી.ઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળામાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન અને સૂચનો પાઠવ્યા.

જય શ્રી રામ….

આ છે રામભક્તિ….. જય શ્રી રામ…. આજે માંગરોળ ખાતે 'માતા શબરી યાત્રા'નું પ્રસ્થાન કરાવતા ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સૌને સાથે રાખી રામ મંદિરનું સ્વપ્ન સાકાર કર્યું, સમગ્ર દેશવતી એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ યાત્રામાં ઉપસ્થિત હજારો રામ ભક્તોની ભક્તિને સાદર વંદન પાઠવ્યા. આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ

“સ્વચ્છતાની મેરથોન…..!!”

“સ્વચ્છતાની મેરથોન…..!!” સ્વચ્છતા સ્વસ્થતા લઇને આવે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં સ્વચ્છ ભારતનાં સંકલ્પને સાકાર કરવા નવસારી જીલ્લો સ્વચ્છતાનાં મહાયજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યો છે. આજે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત“સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાનની “સ્વચ્છતા મેરેથોન”નું પ્રસ્થાન કરાવ્યું. ખૂબ મોટી સંખ્યામાં નવસારીનાં નગરજનો ઉપસ્થિત રહ્યા. જય શ્રી રામ

વિકાસનાં પથ પર અગ્રેસર નવસારી…..

આજે નવસારી વિજલપોર નગરપાલિકા ખાતે વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવી. વિવિધ વિકાસકાર્યો થકી નવસારીનાં નગરજનોની સુખાકારીમાં ઉમેરો થશે. જય શ્રી રામ

સ્વચ્છતામાં છે હરિનો વાસ….

સ્વચ્છતામાં છે હરિનો વાસ…. આવતીકાલે પ્રભુ શ્રી રામ નિજ મંદિરે બિરાજવાનાં છે, આ ઐતિહાસિક પળોની વધામણી માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સ્વચ્છ તીર્થ અભિયાન અંતર્ગત તીર્થ સ્થળો અને મંદિરોની સ્વચ્છતામાં શ્રમદાન કરવા આહવાન કર્યું છે. આજે નવસારી ખાતે સરસ્વતી મંદિરની સાફસફાઇમાં શ્રમદાન કરતા ખૂબ સંતોષની લાગણી અનુભવી. #SwachhTeerth

સર્વ નાગરિકોને તીર્થ સ્થાન અને મંદિરોની સ્વચ્છતા જાળવવા અપીલ કરી.

આવતીકાલનો દિવસ ઐતિહાસિક છે, પ્રભુ શ્રી રામ તંબુમાંથી મહેલસમા મંદિરમાં બિરાજીત થઇ રહ્યા છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં મંદિર અને તીર્થ સ્થાનોની સફાઇનાં આહવાનને શિરે ચઢાવી આજે ઉધના ખાતે આવેલા લક્ષ્મી નારાયણ મંદિરની સ્વચ્છતામાં શ્રમદાન આપી પરમ સંતોષ અનુભવ્યો. સર્વ નાગરિકોને તીર્થ સ્થાન અને મંદિરોની સ્વચ્છતા જાળવવા અપીલ કરી. #SwachhTeerth

तापी तापी महा तापी, तापी पाप निवारणी, अषाढी जन्म शताब्दी, सूर्य पुत्री नमस्तुभ्यं।।

तापी तापी महा तापी, तापी पाप निवारणी, अषाढी जन्म शताब्दी, सूर्य पुत्री नमस्तुभ्यं।। પ્રભુ શ્રી રામ નિજમંદિરે બિરાજીત થયા એ ઉત્સવને વધાવવા સુરતનાં સાકેત અને પ્રતિભા ફાઉડેશન દ્રારા મા તાપીને રામાયણનાં વિવિધ પ્રસંગો પ્રિન્ટ કરાયેલી 108 મીટર લાંબી સાડી અર્પણ કરાઇ. આ પ્રસંગે 108 ઋષિકુમારો દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં દિર્ઘાયુ માટે પ્રાર્થના

ફરી એકવાર મોદી સરકાર વારંવાર મોદી સરકાર જીતનું એક જ નામ મોદી સરકાર

ફરી એકવાર મોદી સરકાર વારંવાર મોદી સરકાર જીતનું એક જ નામ મોદી સરકાર આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગતપ્રકાશ નડ્ડાજીનાં વરદ હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય સહિત ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સંપન્ન થયું. એકસાથે 26 લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કરનાર ગુજરાત દેશનું