February 5, 2022 @ 10:00 am - 11:30 am આજરોજ મહેશ્વરી વિદ્યાપીઠ ખાતે વસંતપંચમીની ઉજવણી કરી. આ સાથે જ ફીટ ઈન્ડિયા ક્વિઝમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનાર પ્રતિક સિંઘ અને સાર્થક મહેશ્વરીને અભિનંદન પાઠવી સન્માનિત કર્યા.
February 5, 2022 @ 1:00 pm - 2:00 pm આજરોજ ગણદેવી તાલુકાની ઉંડાચ વાણિયા ફળિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાન તેમજ 300 લિટર ઈલેક્ટ્રોનિક વોટર કુલર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ તથા અન્ય પદાધિકારીઓ હાજર રહ્યાં.
February 5, 2022 @ 3:00 pm - 4:30 pm નવસારી જિલ્લામાં કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર 16 બાળકોને ભારત સરકારની PM CARES for Children સ્કીમ હેઠળ પાસબુક ટોકન તરીકે આપી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ અને ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યાં.
February 6, 2022 @ 10:00 am - 11:00 am ઝગડીયા તાલુકા પંચાયતનાં ઇલેક્શનમાં વિજેતા થયેલા 62 સરપંચશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી
February 6, 2022 @ 1:00 pm - 2:30 pm સયાજી વૈભવ સાર્વજનિક લાઇબ્રેરી નવસારીનાં પ્રમુખ અને વાંચે ગુજરાત અભિયાનનાં માનદ સચિવ મહાદેવભાઇ દેસાઇનાં દુખદ નિધન બાદ એમનાં પરિવારનાં સભ્યોને મળી સંવેદના વ્યક્ત કરી.
February 6, 2022 @ 4:00 pm - 4:30 pm વિશ્વ ઉમિયાધામ અમદાવાદનાં સુરત કાર્યાલયના શુભારંભ પ્રસંગે મેડિકલ સ્ટોર અને મેડિકલ વાનનું લોકાર્પણ કર્યું. પાટીદાર સમાજના અગ્રણીશ્રીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા.
February 6, 2022 @ 5:00 pm દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનાં જનરલ સેક્રેટરી ડો.સુનિલ ભટ્ટે શુભેચ્છા મુલાકાત લીધી.
March 15, 2022 @ 11:00 am - 12:00 pm અમરેલીનાં સાવરકુંડલાનાં સર્વ કાર્યકર્તાશ્રીઓ અને નગરજનોનો રક્તતુલા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી મહેશભાઈ કસવાલા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિત હોદ્દેદારશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
March 16, 2022 @ 12:00 am - 1:00 am લિંબાયત વિધાનસભામાં આવેલા નવાગામ ગાયત્રી નગર ખાતે કોર્પોરેટરશ્રી ભાઇદાસ પાટીલ દ્વારા હરીભક્ત પલ્લવીબેન દોડનાં કિર્તન કાર્યક્રમમાં હાજરી આપી. મારા જન્મ દિવસ નિમિત્તે મને શુભકામનાઓ પાઠવી અપ્રતિમ સ્નેહ દાખવનાર સર્વ જનતા-જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂતજી, ડ્રેનેજ સમિતિનાં ચેરમેન શ્રી વિક્રમભાઇ પાટીલ, માજી કોર્પોરેટર શ્રી સુભાષભાઇ, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
March 16, 2022 @ 10:00 am - 11:00 am મારા જન્મ દિવસ નિમિત્તે યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમરાવ નગર ખાતે મહા રક્તદાન શિબિર યોજી રક્તદાન એ મહાદાન છે સૂત્રને સાકાર કરવા બદલ સર્વનો આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પાટીલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યાં.