Views Navigation

Event Views Navigation

Today
  • સમરસ સમર્પણ વંદના કાર્યક્રમ

    આઈશ્રી કામઈ ધામ ખાતે યોજાનાર સમરસ સમર્પણ વંદના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં હાજરી આપી. આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી મહંત શ્રી શંભુનાથ ટુંડિયાજી, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી કિર્તીદાનભાઈ ગઢવી સહિત આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

  • સુરત ખાતેથી ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ શતાબ્દી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

    ગાંધીનગરનાં મુસાફરોને સુગમતા પડે એ માટે સુરત ખાતેથી ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો, આજથી આ ટ્રેન ગાંધીનગર સ્ટેશન સુધી જશે ત્યારે સુરતથી શતાબ્દી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષની વિશેષ ઉપસ્થિતિ સાથે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા.

  • આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત’ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ની ઉજવણી

    આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત' રાષ્ટ્રીય ગ્રાહક દિવસ'ની ઉજવણીનાં કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ ઉપસ્થિત રહ્યાં.

  • જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 8 કરોડનાં ખર્ચે કૃષિ ભવનનું નિર્માણ

    જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વિશેષ સવલતો મળી રહે એ માટે 8 કરોડનાં ખર્ચે કૃષિ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, આજે એનું ખાતમૂહુર્ત કર્યું. પ્રવાસન મંત્રી શ્રી અરવીંદભાઇ રૈયાણી, પશુપાલન રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડા, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી કિરીટભાઇ પટેલ અને આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

  • “યુવા મિત્ર જોડો”અભિયાન

    માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે “યુવા મિત્ર જોડો”અભિયાન અંતર્ગત યુવા મોરચાના 1800 વિસ્તારકોને પ્રસ્થાન કરાવ્યું. પ્રદેશના સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી,પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, રાષ્ટ્રીય યુવા મોરચા ઉપાધ્યક્ષ શ્રી મનિષકુમાર સિંઘ, પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. પ્રશાંતભાઇ કોરાટ,રાષ્ટ્રીય યુવા મોરચાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલના ઇન્ચાર્જ શ્રી વરૂણભાઇ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.

  • કરોડીયા રાજપૂત સમાજનું સ્નેહમિલન

    ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળાની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી રાપર તાલુકા રાજપૂત સમાજ સન્માન સમારોહમાં હાજરી આપી.

  • આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સુરત ખાતે “ફીટ ઈન્ડીયા-ફીટ ગુજરાત” સાયક્લોથોન-2021નું ફ્લેગ ઓફ

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સુરત ખાતે “ફીટ ઈન્ડીયા-ફીટ ગુજરાત” સાયક્લોથોન-2021નું ફ્લેગ ઓફ કર્યું. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં.

  • સુશાસન સપ્તાહ અંતર્ગત સુરત મહાનગરપાલિકા, SUDA અને સુરત જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહ અંતર્ગત સુરત મહાનગરપાલિકા, SUDA અને સુરત જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન કર્યું. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.