Views Navigation

Event Views Navigation

Today
  • પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઇ કસવાળાએ તૈયાર કરેલી ડોક્યુમેન્ટરી અને કલાસેતુ દ્વારા ગુજરાતનાં કલાકારોની સંપર્ક ડિરેક્ટરી તૈયાર કરી છે, જેનું લોકાર્પણ કર્યું.

    ડોક્યુમેન્ટરીમાં શ્રી મહેશભાઇએ નાનામાં નાના કાર્યક્રમોને આવરી લેવાનો સફળ પ્રયાસ કર્યો છે એ માટે એમને અભિનંદન પાઠવું છું. કલાકારો માટે તૈયાર થયેલી ડિરેકટરીથી કલાકારોને પણ ઘણો લાભ થશે. આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયા, પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, ઓબીસી મોરચાના ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ ગઢવી, સાંસ્કૃતિક સેલના સંયોજનક બિહારીલાલ ગઢવી તેમજ ગુજરાતના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

  • સમૂહ લગ્ન

    પ્લોટ નં ડી-૦૨, ગુજરાત હીરા બુર્સ, જેમ્સ & જ્વેલરી પાર્ક, જી આઈ ડી સી પાણીની ટાંકી પાસે, ઓએનજીસી રોડ, ઇચ્છાપોર, સુરત   શ્રી સવજીભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ હરિકૃષ્ણ ગ્રૂપ દ્વારા યોજાયેલા નવમા સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી. નવ-દંપતિઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવ્યા.

  • સાબરકાંઠા જીલ્લાનાં હિંમતનગરનાં કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા “નાર્યસ્તુ વંદના” કાર્યક્રમ

    ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રી શ્રી રણજીતસિંહ ચાવડાજીનાં સ્મરણાર્થે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાબરકાંઠા જીલ્લાનાં હિંમતનગરનાં કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા "નાર્યસ્તુ વંદના" કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ત્રણ દિકરીઓનું સન્માન કર્યું અને ૪૪૫૦ ગંગા સ્વરૂપ બહેનોને સરકારી યોજનાનો આપવામાં આવ્યો. આ કાર્યક્ર્મમાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપ

  • બિપીન રાવતજી અને સર્વ શહીદો માટે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

    સુરત પશ્ચિમ વિધાનસભા પરિવાર દ્વારા જનરલ બિપીન રાવતજી, એમના પત્ની મધુલિકા રાવતજી તેમજ 13 વીર શહીદ યોદ્ધાઓ માટે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી, બિપીન રાવતજી અને સર્વ શહીદોને વંદન કર્યા. કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ભાજપ સુરત મહાનગરના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, નિવૃત્ત સૈનિકશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

  • અમદાવાદનાં શીલજ ખાતે હેલ્થ વન સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન

    પ્રદેશ મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, આરોગ્ય મંત્રીશ્રી અને પ્રભારીમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પૂર્વ ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા , અંગદાનના પ્રણેતાશ્રી દિલીપભાઈ દેશમુખ, પ્રદેશ સહકારી વિભાગના સંયોજકશ્રી બિપિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

  • બીગ સ્કેલ ટેક્નોલોજી પ્રા. લી. નું ઉદ્ઘાટન

    મિલેનિયમ પોઈન્ટ, ગાબાણી કીડની હોસ્પિટલની સામે, સ્ટેશન, સુરતમાં આઇ.ટી.કંપની બિગ સ્કેલ ટેકનોલોજીનું ઉદઘાટન કર્યું, યુવા આંત્રપ્રિન્યોર શ્રી ભરતભાઇ અને કેતનભાઇ તેમજ કંપનીનાં સર્વ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.