Views Navigation

Event Views Navigation

Today
  • યોગસ્થ : કુરુ કર્માણિ સડું, ત્યકતવા ધનગ્જય। સિધ્ય સિધ્યો : સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્ચેત ।

    યોગસ્થ : કુરુ કર્માણિ સડું, ત્યકતવા ધનગ્જય। સિધ્ય સિધ્યો : સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્ચેત । સુરત ખાતે આજનો દિવસ ઐતિહાસિક દિવસ હતો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દોઢ લાખ લોકોએ યોગાભ્યાસ કરી વિક્રમ સર્જ્યો. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં યોગ તાલીમકર્મીઓનું પુરસ્કારથી સન્માન કર્યું અને યોગના વિવિધ

  • નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસ

    નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. માનીનય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સુખાકારી, અપ્રતિમ વિકાસનાં નવ વર્ષ પૂર્ણ કર્યા એ નિમિત્તે મોદી સરકારનાં વિકાસકાર્યો, વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરી. ઉપસ્થિત રહેલા સર્વ નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે નવસારી

  • પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનાં જન્મ દિવસ નિમિત્તે

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલી રજતતુલા અને રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી નીતિનભાઇને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર તેમજ સંતો-મહંતો,

  • રાજકોટ ખાતે વિશાળ જનસભાને સંબોધિત

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષ પૂર્ણ થવા પર રાજકોટ ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરી-રાજકોટનાં નગરવાસીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળા, કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાંસદ શ્રી રામભાઈ

  • ‘અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત આયોજિત 'અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા'માં 182 વિધાનસભાના તમામ 51,931 વિસ્તારકોને વર્ચ્યુઅલ માર્ગદર્શન પાઠવ્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

  • “ગ્રીન ગ્રોથ” વિષય પર ચર્ચા

    અમદાવાદ ખાતે ITC નર્મદા હોટલ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીની અધ્યક્ષતા વચ્ચે “ગ્રીન ગ્રોથ” વિષય પર ચર્ચા કરી. આ પ્રસંગે પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ સહિત આગેવાનો અને ઉદ્યોગપતિઓ, વિવિધ એસોસિયેશનના પ્રમુખો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં.

  • “કટોકટી દિન”

    પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે “કટોકટી દિન” નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. કોંગ્રેસ સત્તા મેળવવા કોઇપણ સ્તરે જઇ શકે છે તે કટોકટીનાં દિવસ પરથી સમજાય છે. કટોકટીમાં કોઇપણ પ્રકારનો ડર રાખ્યા વિના જેલમાં જવાની બીક રાખ્યા વિના મક્કમતાથી દેશ માટે ઝઝૂમી રહ્યા

  • “મેરા બૂથ સબસે મજબૂત”

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મધ્યપ્રદેશનાં ભોપાલથી “મેરા બૂથ સબસે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશનાં દસ લાખ બુથો પર કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધ્યો, આ સંવાદને નિહાળી માનનીય પ્રધાનમંત્રી શ્રીનું અમૂલ્ય માર્ગદર્શન મેળવી ધન્યતા અનુભવી. #MeraBoothSabseMajboot

  • આજે સુરત મહાનગર ખાતે સૌ વકીલો અને શિક્ષકોને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મળ્યું

    આજે સુરત મહાનગર ખાતે સૌ વકીલો અને શિક્ષકોને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મળ્યું, એમની સાથે સંવાદ સાધી ખૂબ આનંદની લાગણી પ્રાપ્ત થઇ. આ કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર સુરત મહાનગર પાલિકાનાં કર્મચારી બહેનોનું સન્માન કરવાનો અવસર મળ્યો અને એમને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવ્યા. ભારતનાં યુવાનોની કેળવણીમાં શિક્ષકોનો ફાળો ખૂબ મહત્વનો હોય છે, સર્વ શિક્ષક ભાઇ-બહેનોને વંદન પાઠવ્યા.

  • સુરત મહાનગર ખાતે સૌ ડોક્ટર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો

     સુરત મહાનગર ખાતે સૌ ડોક્ટર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો. સર્વ ડોકટર્સને ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી અને એમની સેવા બદલ વંદન કર્યા. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોષ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, શ્રી મહેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, સુરત મહાનગર ભાજપા અધ્યક્ષ