Views Navigation

Event Views Navigation

Today
  • મીઠા પાણીનાં જળસંગ્રહની યોજના-પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટરનું ખાતમુહૂર્ત

    આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં વરદ હસ્તે નવસારીની પૂર્ણા નદી પર આગળ વધતી દરિયાઇ ખારાશને અટકાવવા અને મીઠા પાણીનાં જળસંગ્રહની યોજના-પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટરનું ખાતમુહૂર્ત થયું, આ ખાતમુહૂર્તથી નવસારીનો વિકાસ વધુ વેગવંતો બન્યો એ વાતે ખૂબ આનંદ અને ગૌરવ છે. આ પ્રોજેક્ટને પગલે નવસારી સહિત આજુબાજુનાં 23 ગામોને પીવા માટે મીઠું પાણી મળી રહેશે. માનનીય

  • વડોદરા ખાતે સમન્વય પ્રતિષ્ઠાન ફાઉન્ડેશનના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ

    આજે વડોદરા ખાતે સમન્વય પ્રતિષ્ઠાન ફાઉન્ડેશનના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો. સૌને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે પ્રભારી શ્રીમતી દર્શનાબેન દેશમુખ, શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, જિલ્લા પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, મેયર શ્રી નિલેશભાઈ રાઠોડ, સામાજિક આગેવાન શ્રી દિલીપભાઈ દેશમુખ તેમજ ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

  • Untitled

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ‘મન કી બાત’ કાર્યક્રમનાં 99 એપિસોડ પૂર્ણ થયા છે અને 30મી એપ્રિલનાં રોજ 100મો એપિસોડ રજૂ થવાનો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાતનાં અત્યાર સુધીનાં એપિસોડમાં કહેલી વાતોની ઇ-બુકનું વિમોચન આજે વડોદરા ખાતે કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વિશ્વનાં કોઇપણ રાષ્ટ્રપ્રમુખ કે પ્રધાનમંત્રીએ રેડિયોનાં માધ્યમથી એકસાથે 100 જેટલા એપિસોડ

  • યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “સ્વચ્છ ભારત” અભિયાનની શરૂઆત કરી હતી, આ અભિયાન અંતર્ગત યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, જે નિમિત્તે આજે સુરત મહાનગર ખાતે આવેલા પવિત્ર યાત્રાધામ અંબિકાનિકેતન મંદિર અને એની આજુબાજુનાં સ્થાને કાર્યકર્તાશ્રીઓ સાથે મળી સફાઇ અભિયાન હાથ ધર્યું.

  • સ્વામિ નારાયણ કન્યા ગુરૂકુળનો શિલાન્યાસ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે સંપન્ન થયો, આ પ્રસંગે ઉપસ્થિત રહી સંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ ગુરૂકુળનાં માધ્યમથી દિકરીઓને ઉચ્ચ ભણતરની સાથે શ્રેષ્ઠત્તમ ભવિષ્યની પ્રાપ્તિ થશે.

    સુરત ખાતે સ્વામિ નારાયણ કન્યા ગુરૂકુળનો શિલાન્યાસ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે સંપન્ન થયો, આ પ્રસંગે ઉપસ્થિત રહી સંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ ગુરૂકુળનાં માધ્યમથી દિકરીઓને ઉચ્ચ ભણતરની સાથે શ્રેષ્ઠત્તમ ભવિષ્યની પ્રાપ્તિ થશે.

  • પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ મિડીયા વિભાગની કાર્યશાળામાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ

    આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ મિડીયા વિભાગની કાર્યશાળામાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પ્રેમકુમાર શુક્લાજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ સહ પ્રવક્તા ડૉ.ઋત્વિજભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ મકવાણા, ડૉ.ભરતભાઈ ડાંગર, મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, પ્રદેશ સહ કન્વીનર

  • સુરત મહાનગર ખાતે પેજ સમિતિના સભ્યો સાથે બેઠક

    સુરત મહાનગર ખાતે પેજ સમિતિના સભ્યો સાથે બેઠક કરી, સૌની સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

  • સોશિયલ મિડીયા કાર્યશાળામાં કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન

    જૂનાગઢની પુણ્ય ધરા પર જીલ્લા અને મહાનગરનાં બૂથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત યોજાયેલી સોશિયલ મિડીયા કાર્યશાળામાં કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. સોશિયલ મિડીયા આજનાં સમયમાં મહત્વની ભૂમિકા ભજવે છે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને સોશિયલ મિડીયાનાં માધ્યમથી જન-જન સુધી પહોંચાડી શકાય છે અને નાગરિકો સાથે સંપર્કમાં રહી એમની સમસ્યાઓ જાણી એનું નિવારણ લાવવામાં પણ સરળતા રહે છે. આ

  • વાહન વ્યવહાર નિગમની 125 નવીન બસોને નવસારી ખાતે લોકાર્પિત કરી

    રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની 125 નવીન બસોને નવસારી ખાતે લોકાર્પિત કરી, લોકોની મુસાફરી વધુ સરળ અને સગવડદાયી બને એ દિશામાં બસોનું નવીનીકરણ ગુજરાતનાં વિકાસની હરણફાળને વધુ વેગવંતી બનાવશે અને જન-જનની સુખાકારીમાં ઉમેરો થશે. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહ, પ્રદેશ મંત્રી શ્રી

  • પોલીસ અને એમનાં પરિવારની સુખાકારી માટે નવસારીનાં ચીખલી ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથે પોલીસ આવાસો લોકાર્પિત

    સલામતી માટે દિવસ-રાત ખડેપગે રહેતી પોલીસ અને એમનાં પરિવારની સુખાકારી માટે નવસારીનાં ચીખલી ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથે પોલીસ આવાસો લોકાર્પિત કર્યા અત્યંત આનંદની લાગણી અનુભવી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકાર્પિત થયેલા આ આવાસો ફરજ સ્થળની પાસે જ આવેલા હોવાને કારણે પોલીસકર્મીઓની સરળતા અને સુગમતામાં ઉમેરો થશે અને કાર્યદક્ષતા પણ વધશે