Views Navigation

Event Views Navigation

Today
  • #ManKiBaat નાં 100મા એપિસોડ

    રેડિયો જેવું માધ્યમ લુપ્ત થવાની અણી પર હતું ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “મન કી બાત”નાં માધ્યમથી દેશવાસીઓ સાથે સંપર્ક શરૂ કર્યો અને દેશ-દુનિયામાં બનતા વિશિષ્ટ બનાવો અને વ્યક્તિઓ વિશે વાત કરી યુવાનોને, દેશવાસીઓને સતત પ્રોત્સાહિત કર્યા અને એટલે જ #ManKiBaat નાં પ્રત્યેક એપિસોડ્સ દેશવાસીઓ માટે વિશેષ બની રહ્યા. આજે #ManKiBaat નાં 100મા

  • સુરતની સૌથી જૂની અશક્તા આશ્રમ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજ અને કેથલેબનું ઉદ્ઘાટન

    સુરતની સૌથી જૂની અશક્તા આશ્રમ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજ અને કેથલેબનું ઉદ્ઘાટન કર્યું, એન્જીયોપ્લાસ્ટી, પેસમેકરની અત્યાધુનિક સુવિધાનો ઉમેરો થતા દર્દીઓેને મહત્તમ લાભ મળશે. અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

  • પુણ્ય ભૂમિ બગદાણા ખાતે બાપા સીતારામનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

    જ્યાં અનેક સંતોનાં પાવન પગલાં પડ્યા છે એવી પુણ્ય ભૂમિ બગદાણા ખાતે બાપા સીતારામનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. અપાર ધન્યતા અને પરમ શાંતિનો અનુભવ કર્યો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પ્રમુખ શ્રી આર.સી. મકવાણા સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

  • માંડવી ખાતે યોજાયેલા 156 દિકરીઓનાં સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત

    || कुर्यात सदा मंगलम् || માંડવી ખાતે યોજાયેલા 156 દિકરીઓનાં સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહી દિકરીઓને આશીર્વાદ પાઠવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પરિણય યાત્રા ગૃહસ્થીમાં પરિણમી રહી છે ત્યારે બંને એક જ પંથનાં પ્રવાસી બની રહો અને એકબીજાનાં સુખ, દુખ, સફળતા, સંઘર્ષમાં સહભાગી બની સ્વધર્મ અને કર્તવ્યધર્મનું પાલન કરતા રહો એવી નવ દંપતિઓને શુભેચ્છાઓ પાઠવી. રાજ્ય

  • સુરત ખાતે હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર “ધ વર્લ્ડ”નાં ભવ્ય શુભારંભ પ્રસંગે

    સુરત ખાતે હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર “ધ વર્લ્ડ”નાં ભવ્ય શુભારંભ પ્રસંગે હાજરી આપી, સૌને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા. રાજ્ય સરકારના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા.

  • સુરત ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલન

    આજ સુરત ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, શ્રી એમ.એસ. પટેલ, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર શ્રીમતી

  • વૈષ્ણવાચાર્ય પૂજ્ય 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પાવન ઉપસ્થિતિ

    વૈષ્ણવાચાર્ય પૂજ્ય 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પાવન ઉપસ્થિતિ વચ્ચે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાતના 75 ગામોમાં રિચાર્જ બોરવેલ સ્થાપનાના ભાગરૂપે 31 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ સંપન્ન થયું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. મેયર શ્રી હિતેશભાઈ મકવાણા સહિત હોદ્દેદારો, ધારાસભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

  • અમદાવાદ જિલ્લાની કારોબારી બેઠક

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે અમદાવાદ જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

  • પાટણ જિલ્લાની કારોબારી બેઠક

    પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી પાટણ જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત, પાટણ જિલ્લાના પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર સહિત જિલ્લાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

  • સાબરકાંઠા જિલ્લાની કારોબારી બેઠક

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી સાબરકાંઠા જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, માર્ગદર્શન આપ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.