Views Navigation

Event Views Navigation

Today
  • નવસારી ખાતે પ્રભુ શ્રી રામ સાથે સાક્ષાત્કાર કરાવતી રામકથાનું રસપાન

    નવસારી ખાતે પ્રભુ શ્રી રામ સાથે સાક્ષાત્કાર કરાવતી રામકથાનું રસપાન પૂજ્ય મોરારી બાપુનાં સ્વમુખે ગ્રહણ કરી ધન્યતા અનુભવી. પૂજ્ય બાપુનાં ચરણોમાં વંદન કરી વ્યાસપીઠને પુષ્પાંજલિ અર્પણ કરી.

  • સુરત શહેરની કારોબારી બેઠકને સંબોધિત કરી.

    ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યાલય ખાતે યોજાયેલી સુરત શહેરની કારોબારી બેઠકને સંબોધિત કરી. કાર્યકર્તાશ્રીઓ ખભે-ખભો મેળવી અથાક પરિશ્રમ સાથે કાર્ય કરી રહ્યા છે-આ માટે એમનો આભાર માન્યો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા આહવાન કર્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ

  • ડોક્ટર્સ દ્વારા CPR ટ્રેનિંગ અભિયાનનો સુરત ખાતેથી પ્રારંભ કરાવી ભાજપાનાં મૂળભૂત સંસ્કાર સાકાર થઇ રહ્યાની અનેરા આત્મસંતોષની લાગણી અનુભવી.

    CPR એક એવી ટ્રેનિંગ છે, જેની મદદથી હાર્ટ એટેક જેવી કોઇપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીમાં કોઇપણ વ્યક્તિનો જીવ બચાવવામાં મદદ કરે છે. યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓને ડોક્ટર્સ દ્વારા CPR ટ્રેનિંગ અભિયાનનો સુરત ખાતેથી પ્રારંભ કરાવી ભાજપાનાં મૂળભૂત સંસ્કાર સાકાર થઇ રહ્યાની અનેરા આત્મસંતોષની લાગણી અનુભવી. “સેવા” એ ભારતીય

  • બુથ સશક્તિકરણ અભિયાન-2023

    બુથ સશક્તિકરણ અભિયાન-2023 અંતર્ગત નવસારી જીલ્લામાં યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ તેમજ જીલ્લા પ્રભારી શ્રીમતી ઉષાબેન પટેલ,જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રીશ્રીમતી શીતલબેન સોની, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

  • સુરત જીલ્લાની ‘બૂથ સશક્તિકરણ બેઠક’

    એક સશક્ત બૂથ, સમગ્ર સંગઠનને મજબૂત બનાવી શકે છે…. બારડોલી ખાતે યોજાયેલી સુરત જીલ્લાની 'બૂથ સશક્તિકરણ બેઠક' તેમજ 'સોશિયલ મીડિયા કાર્યશાળા'માં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ અને બૂથનાં સદસ્યશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ,

  • સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા યોજાયેલા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત

    સુરત મહાનગર ખાતે વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા યોજાયેલા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ બંને એસોસિએશનો એક પરિવારની જેમ કાર્ય કરી સુરતનાં વિકાસમાં પોતાનો અનેરો ફાળો આપી રહ્યા છે એનો મને આનંદ છે. સૌને મળીને ખૂબ આનંદ થયો.

  • શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નવાણસત્રમાં પૂજ્ય સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજના સ્વમુખે કથાનું રસપાન

    વડોદરા ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નવાણસત્રમાં પૂજ્ય સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજના સ્વમુખે કથાનું રસપાન પ્રાપ્ત કરી અતિધન્યતા સભર પળોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભાગવત અતિ મહત્વપૂર્ણ ગ્રંથ છે, કારણ કે એમાં વૈશ્વિકથી લઇ આધ્યાત્મિક જ્ઞાન સમાયેલું છે, આવા જ્ઞાનની પ્રાપ્તિ પરમ સંતોષની અનુભૂતિ આપે છે. આ પ્રસંગે શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી

  • ટી.બી.નાબૂદીનાં સંકલ્પ સાથે વડોદરાનાં હરણી ખાતે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે ટી.બી.નાં 600 દર્દીઓને દત્તક લીધા

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ ટી.બી નાબૂદી તરફ આગળ વધી રહ્યો છે-ત્યારે ટી.બી.નાબૂદીનાં સંકલ્પ સાથે વડોદરાનાં હરણી ખાતે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે ટી.બી.નાં 600 દર્દીઓને દત્તક લીધા. આ ભગીરથ કાર્ય બદલ એમને અભિનંદન પાઠવ્યા અને દર્દીઓનાં સ્વજનો સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, આગેવાનો

  • મજબૂત સંગઠનનાં પાયાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ….

    મજબૂત સંગઠનનાં પાયાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ…. વડોદરા ખાતે શહેર ભાજપ કાર્યાલયનો શિલાન્યાસ કરી ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનને વધુ મજબૂત કરવાની દિશા તરફ એક નવું કદમ માંડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ તથા ધારાસભ્યો, મહાનગરના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

  • “પ્રયાસોથી અધિક આ વિશ્વમાં બીજું કશું જ મહત્વનું નથી…!

    “પ્રયાસોથી અધિક આ વિશ્વમાં બીજું કશું જ મહત્વનું નથી…!” ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ સાથે આજે વહેલી સવારે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી. આ પ્રસંગે સુરત મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્યશ્રીઓ શ્રી સંગીતાબેન પાટીલ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી સંદીપભાઈ દેસાઈ, શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિન્દલ, શ્રી કાળુભાઈ ભીમનાથ ડેપ્યુટી