Views Navigation

Event Views Navigation

Today
  • પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહભાગી

    અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પ્રગટ બ્રમ્હસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિ વિશેષ છે, એમનાં વિચારો, એમનાં સંસ્કારો માત્ર ગ્રંથો સુધી સિમિત ન રહેતા વિશ્વ સ્તરે જન-જન સુધી પહોંચ્યા છે. એમનાં ચરણોમાં વંદન કરું છું. આ મહોત્સવમાં જોડાયેલા સર્વ ભક્તો અને સ્વયંસેવકો પ્રમુખ સ્વામીજીનાં આચાર-વિચારને હજજારો

  • ‘પ્રદેશ સમીક્ષા બેઠક’

    આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી ‘પ્રદેશ સમીક્ષા બેઠક’ને સંબોધિત કરી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, મોરચા અને સેલના પ્રદેશ પ્રમુખશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

  • નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય

    ખૂબ સરળ અને સૌમ્ય સ્વભાવનાં ધની એવા સુભાષચંદ્ર બોઝજીએ દેશને આઝાદી અપાવવા જે પુરૂષાર્થ કર્યો એ સોનેરી અક્ષરે ઇતિહાસમાં લખાયો છે. આજની નવી પેઢીનાં યુવાનો એમનાં જીવનમાંથી પ્રેરણા લઇ દેશને આત્મનિર્ભર અને ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ બનાવશે એનો મને વિશ્વાસ છે. સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેવાનું

  • સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ

    23 અને 24મી જાન્યુઆરીનાં રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાનારી પ્રદેશ કારોબારી બેઠક તેમજ ગત દિવસોમાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારી બેઠક અંગે સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.

  • કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરાયેલા “India Cycle 4 Change Challange” અભિયાન

    શિયાળાની હૂંફાળી સવારે ખૂબ મોટી સંખ્યામાં સાયકલોથોનમાં ભાગ લેવા આવેલા બાળકો, યુવાનો અને સુરતવાસીઓને જોઇ ખૂબ આનંદ થયો. સાયકિલસ્ટ્સની સંખ્યા વધે અને વધુ ને વધુ લોકો સાયકિલંગ તરફ વળે એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરાયેલા “India Cycle 4 Change Challange” અભિયાન અંતર્ગત સુરત મહાનગર પાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ડ લિમિટેડ દ્વારા યોજાયેલી સાયકલોથોનમાં

  • સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધિત

    સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધિત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર અને જન-જનની સેવાનાં સંકલ્પને સૌએ વધુ દ્રઢ અને મજબૂત બનાવ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ, અપેક્ષિત જિલ્લા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓ તેમજ અપેક્ષિત ધારાસભ્યશ્રીઓ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

  • સુરેન્દ્ર નગર ખાતે પ્રદેશ કારોબારી બેઠક દરમિયાન પંડિત દીનદયાલ હોલ ખાતે એક પ્રદર્શનીનું ઉદઘાટન

    સુરેન્દ્ર નગર ખાતે પ્રદેશ કારોબારી બેઠક દરમિયાન પંડિત દીનદયાલ હોલ ખાતે એક પ્રદર્શનીનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. આ પ્રદર્શનીમાં ભારતીય જનતા પાર્ટીનાં વિકાસ કાર્યો અને જન-જનની સેવા માટે પ્રારંભ કરાયેલા જન-અભિયાનો વિશે માહિતી દર્શાવાઇ છે. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓનો અડગ પરિશ્રમ આ પ્રદર્શનીમાં ઝળકે છે. સૌને અભિનંદન પાઠવ્યા

  • શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત

    સુરેન્દ્રનગર વોર્ડ નંબર 4નાં સભ્ય શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. પ્રદેશ કારોબારીની બેઠક બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, દંડક શ્રી જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઇ વરમોરા સાથે હળવાશની પળો પસાર કરી. ઉપસ્થિત રહેલા વોર્ડનાં સભ્યશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.

  • ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠક

    જનતા જનાર્દનને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર અડગ અને અતૂટ વિશ્વાસ છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને ફરી રેકોર્ડ બ્રેક બેઠક આપી ગુજરાતને વધુ વિકાસશીલ બનાવવાની જવાબદારી ભાજપાને આપી છે. મને એકવાતનો ખૂબ આનંદ અને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ માત્ર ચૂંટણીલક્ષી નહીં પણ જનતાની સેવાલક્ષી કાર્ય કરવા સદાય તત્પર હોય

  • વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી એમના માટે પ્રેરણા પૂરી પાડનાર પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ભારતનાં યુવાનોમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આજનાં વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે અને આ કારણે પ્રધાનમંત્રી શ્રી સદાય એમનાં પથદર્શક બની એમને માર્ગદર્શન આપતા રહે છે. અભ્યાસક્ષેત્રે પરીક્ષાઓનું ખૂબ મહત્વ છે, આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી. સુરતની ખરવરનગર સ્કૂલમાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ સાથે મળીને