Views Navigation

Event Views Navigation

Today
  • સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ હેતુ અંતર્ગત સુરત ખાતે પોલીસ આવાસો લોકાર્પિત

    નાગરિકોની શાંતિ, સુખાકારી, સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ અને એમનાં પરિવારની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ હેતુ અંતર્ગત સુરત ખાતે પોલીસ આવાસો લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત

  • અમેચ્યોર ફેન્સીંગ એસોસિએશન ઓફ ગુજરાત સ્ટેટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોજાયેલી વુમન્સ ફેન્સીંગ લીગ

    અમેચ્યોર ફેન્સીંગ એસોસિએશન ઓફ ગુજરાત સ્ટેટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોજાયેલી વુમન્સ ફેન્સીંગ લીગમાં ઉપસ્થિત રહી દિકરીઓને મળી ખૂબ આનંદ થયો. સ્પોર્ટસનાં ક્ષેત્રમાં પણ દિકરીઓ હવે પોતાની મક્કમ અને મજબૂત જગ્યા બનાવી રહી છે-જે ખૂબ ગર્વની વાત છે. સૌ દિકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છા.

  • ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન

    ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, જનસેવા એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે અને એને સદા-સર્વદા ફળિભૂત થતા જોઇ અત્યંત આનંદની લાગણી અનુભવતો રહું છું. રમેશભાઇને શુભેચ્છાઓ પાઠવું છું. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, શ્રી રંજનબેન ભટ્ટ, જિલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા સહિત હોદ્દેદારો, આગેવાનો અને

  • લિંબાયત વિધાનસભામાં મહા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ

    જનસેવા એ જ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત અને પાયાનાં સંસ્કાર રહયા છે. લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલનાં માર્ગદર્શન હેઠળ મારા જન્મદિવસની આગોતરી ઉજવણી નિમિત્તે લિંબાયત વિધાનસભામાં મહા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ જેમાં આંખની તપાસ અને વિના મૂલ્યે આંખનું ઓપરેશનનો પણ સમાવેશ થાય એવા ઉમદા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું,

  • ઉધના ઝોન ભાજપા પરિવાર દ્વારા યોજાયેલા રક્તદાન શિબિર અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ઉપસ્થિત

    આજે મારા જન્મદિવસે યુથ ફોર ગુજરાત અને ઉધના ઝોન ભાજપા પરિવાર દ્વારા યોજાયેલા રક્તદાન શિબિર અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ઉપસ્થિત રહી સર્વ રક્તદાતાઓને રૂબરૂ મળવાનો અવસર મળ્યો. રક્તદાનના મહાદાન સાથે જનસેવાનું પુણ્યકાર્ય કરનાર સર્વ રક્તદાતાઓનો આભાર માનું છું. શ્રી છોટુભાઇ પાટીલ અને સર્વ કાર્યકર્તાશ્રીઓનો અપ્રતિમ સ્નેહ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું

  • લિંબાયત ખાતે મારા જન્મદિવસ નિમિત્તે કિર્તન અને ગંગા સ્વરૂપ બહેનો માટે સાડી વિતરણ કાર્યક્રમ

    કોર્પોરેટર શ્રી ભાઇદાસ પાટીલે નવાગામ લિંબાયત ખાતે મારા જન્મદિવસ નિમિત્તે કિર્તન અને ગંગા સ્વરૂપ બહેનો માટે સાડી વિતરણ કાર્યક્રમ આયોજીત કર્યો. એમનો આભાર

  • ‘પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ’ના નવમા સત્રમાં ‘ચૂંટણી પ્રબંધન’ વિષય પર માર્ગદર્શન આપવાનો અવસર

    જૂનાગઢનાં માલણકા ખાતે યોજાયેલા 'પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ'ના નવમા સત્રમાં 'ચૂંટણી પ્રબંધન' વિષય પર માર્ગદર્શન આપવાનો અવસર સાંપડ્યો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી વિનોદભાઈ ચાવડા અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ તથા સત્રના અધ્યક્ષ શ્રી ઝવેરીભાઈ ઠકરાર સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

  • સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે શ્રી અન્ન મિલેટ્સ ફૂડ ફેસ્ટ યોજાયો

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતની પારંપારિક ખેત પેદાશ-મિલેટ્સ(જાડા ધાન)ની ખેતી અને તેના આહારમાં ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે, એ અંતર્ગત આજે સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે શ્રી અન્ન મિલેટ્સ ફૂડ ફેસ્ટ યોજાયો, જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. મિલેટ્સ સ્વાસ્થ-વર્ધક છે અને આહારમાં એનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે કુકિંગ કોમ્પિટીશનમાં બહેનોએ બનાવેલી મિલેટ્સની

  • નવસારી ખાતે પ્રભુ શ્રી રામ સાથે સાક્ષાત્કાર કરાવતી રામકથાનું રસપાન

    નવસારી ખાતે પ્રભુ શ્રી રામ સાથે સાક્ષાત્કાર કરાવતી રામકથાનું રસપાન પૂજ્ય મોરારી બાપુનાં સ્વમુખે ગ્રહણ કરી ધન્યતા અનુભવી. પૂજ્ય બાપુનાં ચરણોમાં વંદન કરી વ્યાસપીઠને પુષ્પાંજલિ અર્પણ કરી.

  • સુરત શહેરની કારોબારી બેઠકને સંબોધિત કરી.

    ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યાલય ખાતે યોજાયેલી સુરત શહેરની કારોબારી બેઠકને સંબોધિત કરી. કાર્યકર્તાશ્રીઓ ખભે-ખભો મેળવી અથાક પરિશ્રમ સાથે કાર્ય કરી રહ્યા છે-આ માટે એમનો આભાર માન્યો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા આહવાન કર્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ