Blog Footer
04 March, 2025

આ 140 કરોડ દેશવાસીઓ મોદીનો પરિવાર છે

એમણે કહ્યું-
મોદીને પોતાનો પરિવાર નથી તો અમે શું કરીએ…?

એમને કહો
જુઠ્ઠી વાતો કરવાનું બંધ કરો
140 કરોડ જનતા મોદીનો પરિવાર છે….

આ દેશની માતાઓ નિશ્ચિંત છે
કારણ કે એમને મોદી પર ભરોસો છે
એમને સંતાનોનાં ભવિષ્યની ચિંતા નથી
કારણ કે એ જાણે છે કે એમના માટે તો
એમનાં મોદી બેઠા છે…
આ માતાઓ મોદીનો પરિવાર છે…

આ દેશની દિકરીઓ નિશ્ચિંત છે
એમને વિશ્વાસ છે કે
મોદી છે તો સલામતી છે, મોદી છે તો બહેતર શિક્ષણ છે, મોદી છે તો એમનાં માતા-પિતાએ ન તો એમનાં શિક્ષણની ચિંતા કરવાની છે અને
ન તો લગ્નનાં ખર્ચની…
અરે, સ્વસ્થતાની જવાબદારી પણ મોદીએ
એમનાં શિરે લઇ લીધી છે
આ દિકરીઓ મોદીનો પરિવાર છે….

આ દેશનાં યુવાનોને મોદીએ પાંખો પહેરાવી ઉડવા માટે આકાશ આપ્યું છે
યુવાનો જાણે જ છે કે
મોદી છે તો વિકાસ છે, મોદી છે તો રોજગારી છે, મોદી છે તો ભારતમાં જ ઉજ્જવળ ભવિષ્ય છે !!

દેશનો દરેક ગરીબ મોદીનો પરિવાર છે
એ મોદીનાં છે અને મોદી એમનાં છે….
એમને રાશનની ચિંતા નથી, એમને આવાસની ચિંતા નથી
પોતાનાં પરિવારનાં 80 કરોડ સભ્યોને
ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત
મફત રાશન આપી રહ્યા છે મોદી
એમના સુખદ વર્તમાન અને બહેતર ભવિષ્યની ચિંતા મોદીએ પહેલાથી જ કરી લીધી છે !

કોરોનાની મહામારી જેવા અતિ કપરા સમયમાં પણ
પોતાનાં આ પરિવારની રક્ષા કરવા કાજે
મોદી ડગ્યા ન્હોતા
પોતાનાં પરિવારને વેક્સિન આપવાની સાથે-સાથે
એમણે વિશ્વભરમાં વેક્સિન પહોંચાડી
વસુધૈવ કુટુમ્બક્મની ભાવના પણ સાકાર કરેલી !

મોદી 140 કરોડ દેશવાસીઓનાં
પરિવારનાં મુખિયા છે….
પરિવારનાં સપનાં-એમનાં સપનાં છે,
પરિવારની સલામતી-ભવિષ્ય-સ્વસ્થતા, આર્થિક-સામાજિક ચિંતાઓ
આ મુખિયાએ પોતાનાં ખભે લઇ લીધી છે
એ ના તો રાત જુએ છે ના દિવસ
બસ પરિવાર માટે સતત જાગતા રહી
એમનાં સુખોની, એમની ઇચ્છાઓની, એમનાં સપનાંઓની ચોકીદારી કરતા રહે છે

મોદી સ્વની નહીં, પણ સૌની ચિંતા કરે છે
મોદી સ્વની નહીં, પણ સૌની કાળજી કરે છે

ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે
સ્વનાં હિત કરતા સમષ્ટિનાં હિતને વધુ મહત્વ આપજો !!

અને આપણાં નરેન્દ્રભાઇ મોદી સાહેબે સમષ્ટિનાં હિત માટે સ્વનાં હિતને હાંસિયામાં ધકેલી દીધું છે

કારણ કે આ 140 કરોડ દેશવાસીઓ
મોદીનો પરિવાર છે
અને મોદી એમનાં પરિવારની સુખ, શાંતિ અને સલામતી માટે કંઇપણ કરી શકે છે !!

#modikapariwar