ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી નથી-પણ વિશ્વનો સૌથી મોટો-વિશાળ પરિવાર છે અને આપણે સૌ આ પરિવારનાં સભ્યો છીએ
વહાલા કાર્યકર્તાશ્રીઓ,
આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી નથી-પણ વિશ્વનો સૌથી મોટો-વિશાળ પરિવાર છે અને આપણે સૌ આ પરિવારનાં સભ્યો છીએ એનું આપણને સૌને ગૌરવ છે.
આજે હું એ સૌ મહાન વિભૂતિઓને વંદન કરું છું જેમણે આ પાર્ટીનાં સર્જન અને વિસ્તરણ માટે પોતાનાં પ્રાણોનું બલિદાન આપ્યું છે.
કાર્યકર્તાશ્રીઓ, જનસેવા-રાષ્ટ્રસેવા એ આપણી પાર્ટીનાં-આપણાં પરિવારનાં સંસ્કાર છે. ‘રાષ્ટ્ર જ સર્વોપરિ’નાં સંસ્કાર આપણને સૌને ગળથૂંથીમાં મળ્યા છે અને મને એ વાતનો આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓએ આ સંસ્કારોનું હૃદયપૂર્વક જતન કર્યું છે.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીનાં માર્ગદર્શન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રસેવા, રાષ્ટ્ર વિકાસમાં એનું સર્વોત્તમ પ્રદાન કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી વિકાસ, વિશ્વાસ, જનસેવાનો પર્યાયી બની રહી છે.
‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ….!’ આ સંકલ્પ સાથે આપ સૌ રાત-દિવસ રાષ્ટ્રસેવાની ધૂણી ધખાવી શક્ય એટલું સર્વોત્તમ પ્રદાન કરવાનો પ્રયાસ કરો છો એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું.
ભારતીય જનતા પાર્ટી એ એકમાત્ર એવો પક્ષ છે, જેના માટે દેશ હંમેશા સર્વોપરિ રહ્યો છે. ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નાં મૂળ મંત્ર સાથે માતૃભૂમિની સેવા એ જ આપણાં સૌનો સંકલ્પ રહ્યો છે.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન દિવસે ને દિવસે વધુ મજબૂત બનતું જાય છે. ભારતની ગણના હવે એક એવા દેશમાં થાય છે-જે ‘માનવતાની’, ‘વસુધૈવ કુટુમ્બક્મ’ની વાતને મક્કમતાથી રજૂ કરી શકે છે. આજે આપણાં દેશ પાસે સંકલ્પ શક્તિ પણ છે અને નિર્ણય શક્તિ પણ છે. આપણાં મોદી સાહેબની ગેરંટી પર સૌને વિશ્વાસ છે. મોદી સાહેબ જે બોલે છે એ કરીને બતાવે છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા આપણે સૌએ સાથે મળી હજી વધારે પરિશ્રમ કરવાનો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ એ પરિવારનો મુખ્ય પાયો છે અને આ પાયો ખૂબ મજબૂત છે જેનો મને ગર્વ છે.
કાર્યકર્તાશ્રીઓ, મોદી સાહેબનાં નેતૃત્વમાં ભારત વધુને વધુ મજબૂત બનતું જાય છે. દેશનાં છેવાડાનાં લોકો સુધી સુવિધા-સુખાકારી પહોંચાડી શકાઇ છે, વિકાસની ગતિ વધી છે અને એટલે હવે આપણી જવાબદારીઓ પણ વધી છે અને મને વિશ્વાસ છે કે આપ સૌ અથાક પરિશ્રમથી સફળતાપૂર્વક આ જવાબદારીઓનું વહન કરશો.
ઇશ્વરની કૃપા આપ સૌ અને આપનાં પરિવાર પર બની રહે એવી પ્રાર્થના.