મોદીજીએ આખા દેશને આહવાન કર્યું ‘બેટી બચાવો, બેટી પઢાઓ…!’
હમણાં થોડા દિવસ પહેલા કાશ્મીરી પત્રકાર યાના મીરે બ્રિટીશ સાંસદમાં કહેલું કે – ‘હું મારા દેશ ભારતમાં સ્વતંત્ર છું અને સલામત છું. મારી માતૃભૂમિ કાશ્મીર જે ભારતનો હિસ્સો છે એ કલમ 370 દૂર થયા પછી ખૂબ ઝડપથી વિકાસ પામી રહી છે.’
આપણાં દેશની મહિલાઓ ભારતમાં સલામતી અનુભવી રહી છે કારણ કે એમને વિશ્વાસ છે કે-એમની સલામતી માટે, એમનાં વિકાસ માટે-એમનાં મોદીજી એમની સાથે અડીખમ ઊભા છે.
નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે મહિલાઓની સલામતી, મહિલાઓનાં વિકાસ પર ખૂબ ભાર મૂકેલો. મુખ્યમંત્રી પદેથી એમણે સુનિશ્ચિત
કર્યું હતું કે મહિલાઓની પ્રસૂતિ હોસ્પિટલોમાં જ થાય. પ્રધાનમંત્રી બન્યા બાદ રાષ્ટ્રને કરેલા પ્રથમ સંબોધનમાં જ એમણે સ્ત્રીભ્રૂણ હત્યા વિરૂદ્ધ અપીલ કરેલી. 2014 થી 2019 સુધીનાં એમનાં મોટાભાગનાં સંબોધનોમાં મહિલાઓની સલામતી અને એમનાં વિકાસ પર એમણે વધુ ભાર મૂક્યો.
મોદી દુનિયાભરમાં પરિવર્તનનાં ઉત્પ્રેરક તરીકે જાણીતા છે. દસ વર્ષ પહેલા મહિલાઓ આર્થિક-સામાજિક રીતે અસુરક્ષિત હતી પણ એમનાં મોદીજીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત માતાઓ, બહેનોને સુરક્ષિતતા આપી.
2014 અને 2019ની વચ્ચે ગરીબો માટે મંજૂર કરાયેલા 1.7 મિલિયન ઘરોમાંથી 68% ઘરો વ્યક્તિગત મહિલાને નામે અથવા તો પુરુષો સાથે સંયુક્ત રીતે મહિલાઓનાં નામે નોંધાયા !! આ મોદીને કારણે શક્ય બન્યું.
અહીંયાથી મોદી અટકી નહીં ગયા. એમણે મહિલાઓનાં સ્વાસ્થ્યની ચિંતા પણ કરી. લાખો ઘરેલુ શૌચાલયો બનાવ્યા-ઉજ્જવલા યોજના શરૂ કરી. જે મહિલા બેંક સુધી જવામાં પણ શરમ અનુભવતી હતી આજે એ જ મહિલાઓ બેંકોમાં ખાતા ધરાવે છે. મુદ્રા યોજના થકી પોતાનો બિઝનેસ ચલાવે છે.
હમણાં જ મોદીજીએ પશ્ચિમ બંગાળ ખાતેથી 13,000થી વધુ સ્વસહાય જૂથની 1 લાખ 30 હજારથી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય સ્વ-રોજગાર માટે આપી. લખપતિ દીદી યોજના અંતર્ગત મહિલાઓને કૌશલ્ય વિકાસ તાલીમ આપી આર્થિક રીતે સક્ષમ બનાવવી એ મોદીજીનું સ્વપ્ન છે. 2024માં 3 કરોડથી વધુ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ પણ લેવાયો છે અને દેશ જાણે જ છે કે મોદી જે બોલે છે એ કરીને બતાવે છે.
મોદીજીએ આખા દેશને આહવાન કર્યું ‘બેટી બચાવો, બેટી પઢાઓ…!’ એમનાં આ આહવાનને આખા દેશે વધાવી લીધું. પરિવારો દિકરીનાં જન્મ પર ખુથ થતા થયા, દિકરીને ભણાવતા થયા. આ પણ મોદીને કારણે જ શક્ય બન્યું. મોદી સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાએ દિકરીઓનાં ભવિષ્યને તો ઉજ્જવળ બનાવી જ આપ્યું પણ દિકરીનાં શિક્ષણ, એનાં લગ્ન માટે માતા-પિતાની ચિંતાને પણ ઓછી કરી આપી. નારી શક્તિ વંદન અધિનિયમે મહિલાઓને એ સન્માન આપ્યું, જેની એ હકદાર હતી.
આપણાં શાસ્ત્રો કહે છે કે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ” અને આપણાં નરેન્દ્રભાઇ મોદી સાહેબ શાસ્ત્રની આ વાતને અનુસર્યા, એમણે મહિલાઓને સન્માન તો આપ્યું જ પણ એમનાં આત્મવિશ્વાસને વધાર્યો, મહિલાઓને આત્મનિર્ભર બનાવી.!!