આજે સુરત મહાનગર ખાતે સુરત એરપોર્ટને ધમધમતું કરવાનાં પ્રયાસોનાં દસ્તાવેજીકરણ રૂપે “સુરતનું ટેકઓફ” પુસ્તકનું વિમોચન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
આ પ્રસંગે ફ્લાઇટ રોકો આંદોલનથી લઇ સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો ત્યાં સુધીનાં સૌ દિવસો આંખ સામેથી પસાર થઇ ગયા. સુરતનાં એરપોર્ટની વિશેષતા એ છે કે સુરતનું એરપોર્ટ સુરતનાં લોકો દ્વારા બન્યું છે ! આખા દેશમાં કોઇ એવું રાજ્ય નથી, કોઇ એવું શહેર નથી કે કોઇ એવું એરપોર્ટ નથી જ્યાં ફ્લાઇટ ચાલુ કરવા માટે બેંક ગેરંટી આપવામાં આવી હોય !
સુરતને મળેલી એર કનેક્ટિવિટી અને ઇન્ટરનેશનલ દરજ્જાનાં એરપોર્ટે સુરતનાં વિકાસને પાંખો પહેરાવી છે, આ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યક્ત કર્યો.
આ પુસ્તક તૈયાર કરનાર કોર્પોરેટર શ્રી દિનેશભાઇ રાજપુરોહિત અને પુસ્તક સમિતિને હાર્દિક અભિનંદન પાઠવ્યા.







