આજે સુરત શહેર પોલીસ દ્વારા રાજ્ય કક્ષાની ડીજીપી કપ વોલીબોલ-2023 ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું.
રમત-ગમતનો આપણાં જીવનમાં ખૂબ ફાળો છે. ટીમવર્ક, એકાગ્રતા, ચપળતા, નિર્ણયશક્તિ, ખેલદિલી જેવા કૌશલ્યોનો વિકાસ રમત-ગમતની મદદથી થાય છે. ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ એક નવો વિક્રમ સર્જશે એનો મને વિશ્વાસ છે.
ડીજીપી કપ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 17 ટીમો ભાગ લઇ રહી છે, સૌને શુભેચ્છાઓ પાઠવી. સુરત શહેર પોલીસને સમગ્ર સ્પર્ધાનાં સુચારુ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા.