માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે લખેલા “માડી” ગરબાનાં તાલે રાજકોટમાં 1,21,000થી વધુ ખેલૈયાઓએ ગરબે ઘૂમી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આજે આ રેકોર્ડનું સર્ટિફિકેટ સ્વીકારતા ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવી.
આજે રાજકોટનાં નાગરિકોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટે અભૂતપૂર્વ આદર, પ્રેમ, સમર્થન અને અપ્રતિમ લગાવ દર્શાવ્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ લખેલા ગરબાનાં તાલે રાજકોટનાં નાગરિકો લાખોની સંખ્યામાં પધાર્યા જે ખૂબ ગૌરવની વાત છે.
ગુજરાત પર મા આદ્યશક્તિનાં આશીર્વાદ સતત વરસતા રહે એવી પ્રાર્થના.