છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં મજબૂત સંગઠનનો પાયો ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ છે, ભારતીય જનતા પાર્ટીનાં સેવા એ જ સંસ્કારનાં સંકલ્પને પોતાની કર્મશીલતા વડે કાર્યકર્તાશ્રીઓ સાકાર કરી કહ્યા છે. છોટાઉદેપુરનાં કાર્યકર્તાશ્રીઓને મળીને ખૂબ આનંદ અનુભવાયો.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.








