હીરા નગરી સુરતમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા “સ્પાર્કલ” એક્ઝીબિશનનું ઉદઘાટન કર્યું, આ પ્રસંગે સુરતનાં જાણીતા ઉદ્યોગપતિશ્રીઓ, સુરત ચેમ્બર ઓફ કોમર્સનાં હોદ્દેદારશ્રીઓને રૂબરૂ મળવાનો અવસર પ્રાપ્ત થયો.
સુરતમાં જ્વેલરી ડિઝાઇનિંગ ક્ષેત્રે પણ ઘણું કામ થઇ રહ્યું છે, સુરતની જ્વેલરી ભારત દેશમાં તો ખરી જ પણ દુનિયાનાં જુદા જુદા દેશોમાં પણ એક્સપોર્ટ કરાય છે એ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. સુરતનું ફલક વિશ્વ સુધી વિસ્તરી રહ્યું છે એમાં સુરતનાં જ્વેલરી બિઝનેસ સાથે જોડાયેલા ઉદ્યોગપતિશ્રીઓનો પણ મોટો ફાળો છે, આ માટે સૌને અભિનંદન પાઠવ્યા.
સ્પાર્કલ એક્ઝીબિશનમાં રજૂ થયેલી બેનમૂન ડિઝાઇન્સ સુરતનાં હીરા ઉદ્યોગની ચમક દર્શાવે છે, આ આયોજન માટે સુરત ચેમ્બર ઓફ કોમર્સને પણ અભિનંદન પાઠવું છું.