નવરાત્રિનાં પાવન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક સેલ દ્વારા આયોજીત “ગરબા 2022” અંતર્ગત 10થી વધારે ગરબા અને છપાકરાનું લોકાર્પણ કર્યું. સંગીત કલાકારો પાર્થભાઇ ઠક્કર, પ્રેમભાઇ ઠક્કરને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ સહ-પ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર, સાંસ્ક્રુતિક સેલના સંયોજકશ્રી જનકભાઈ ઠક્કર, શ્રી યોગેશદાન ગઢવી સહિત કલા જગતના ખ્યાતનામ કલાકારો તેમજ પ્રદેશના પદાધિકારીઓ, સાંસ્કૃતિક સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.



