સુરતનાં તળાજા-મહુઆ લેઉઆ પટેલ સેવા સમાજ દ્વારા આયોજીત કરાયેલા રાજસ્વી મહાનુભાવો તેમજ કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓનાં અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. સમાજનાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોનાં આર્થિક, શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે લેઉઆ પટેલ સેવા સમાજ દ્વારા અવિરત સેવાકાર્યો હાથ ધરાઇ રહ્યા છે, આ માટે સમાજનાં સર્વ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ. પટેલ, મંત્રીશ્રીઓ શ્રી પ્રફુલભાઈ પાનસુરીયા, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી કુમારભાઈ કાનાણી, શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.