મકર સંક્રાતિનાં દિવસો દરમિયાન પતંગની દોરીઓ વડે ઘાયલ થયેલા પક્ષીઓને તરત જ સારવાર મળી રહે એ હેતુથી સુરતની કરૂણા સંસ્થા દ્વારા પક્ષીઓ માટે આઇ.સી.યુ સેન્ટર શરૂ કરાયું છે. આ આઇ.સી.યુ સેન્ટરને આજે કાર્યરત કરાયું. સુરત મહાનગર પાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી પરેશભાઇ પટેલ,કોર્પોરેટરશ્રી નેન્સીબેન શાહ, પૂર્વ કોર્પોરેટરશ્રી નીરવભાઇ શાહ, ઉપસ્થિત રહ્યા.
સુરતની કરૂણા સંસ્થા દ્વારા પક્ષીઓ માટે આઇ.સી.યુ સેન્ટર શરૂ કરાયું
