આજે સુરત ખાતેથી 1296 ભક્તોને સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ દાદાનાં દિવ્ય દર્શન માટે લઇ જતી સુરત વેરાવળ સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવતા ધન્યતાની લાગણી અનુભવી.
ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનાં જીવંત કેન્દ્ર સમાન સોમનાથ મંદિરમાં આયોજીત સ્વાભિમાન પર્વ પ્રસંગે દેશભરમાંથી ભક્તો દર્શન માટે જઇ રહ્યા છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “વિકાસ પણ-વિરાસત પણ”નાં સૂત્ર સાથે દેશનો ઇતિહાસ અને સંસ્કૃતિને વિશ્વ સામે જીવંત કરવાનો યજ્ઞ આરંભ કર્યો છે, આ યજ્ઞમાં આહુતિ આપવા સુરતનાં ભક્તો સોમનાથ દાદાનાં દર્શને ઉપડ્યા છે, જે ખૂબ સૌભાગ્યની વાત છે !!




