આજે પૂજ્ય સંતશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે નવસારી ખાતે સાંસ્કૃતિક ગૌધામનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો, આ સાથે જ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી પરમ ધન્યતા અને સૌભાગ્યની લાગણી અનુભવી !
પરમ પૂજ્ય સંતશ્રીઓ દ્વારા ખૂબ જ ઓછા સમયમાં ગૌ શાળા અને મંદિરનું નિર્માણ કરાયું છે-આ મંદિરની ડિઝાઇન પણ સર્વ સંતશ્રીઓએ જ કરી છે એ માટે સૌને અભિનંદન સાથે વંદન પાઠવ્યા !
સ્વામી નારાયણ સંપ્રદાય સદાય શિસ્ત, સ્વચ્છતા અને શિક્ષણનો આગ્રહી રહ્યો છે. આ સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રમાં ઘણાં વર્ષોથી દિવસમાં એક રૂપિયાનાં ખર્ચે બાળકોને શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરાઇ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સેવાકીય ભાવના સાથે કાર્ય કરે છે-અને સમાજને નવી રાહ ચીંધે છે. અત્યાર સુધીમાં આ સંસ્થામાં 1 લાખ 95 હજારથી વધારે વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું છે. મને વિશ્વાસ છે કે વિશ્વમાં કોઇપણ મોટી સંસ્થાનો આવો રેકોર્ડ નહીં હોય. આ અંગે સૌને અભિનંદન પાઠવ્યા !!