સુરતના કામરેજ ખાતે ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, દમણ અને દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતનાં સદસ્યોના બે દિવસીય અભ્યાસ વર્ગનું સમાપન થયું, આ પ્રસંગે હાજરી આપી.
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓને ગળથૂથીમાં જ મેનેજમેન્ટ અને લોકસંપર્કની સ્કિલ મળી હોય છે. ચૂંટણીમાં કેવી કામગીરી કરવી એની સમજ સમગ્ર દેશમાં જો કોઇ કાર્યકર્તાઓને હોય તો એ ગુજરાતનાં કાર્યકર્તાઓને છે, જે બદલ સૌને અભિનંદન પાઠવ્યા. જિલ્લા પંચાયતના સદસ્યોને બુથસ્તરની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું






