તિરંગાનાં ત્રણ રંગ આપણું ગૌરવ છે,
તિરંગાનાં ત્રણ રંગ આપણું અભિમાન છે !
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં આહવાનથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સુરત શહેરમાં આજે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને સુરતવાસીઓના અભૂતપૂર્વ રાષ્ટ્રપ્રેમનાં સાક્ષી બનવાનું ગૌરવ અનુભવ્યું !
આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા, યુવાનો અને બાળકો પણ આ યાત્રાનો હિસ્સો બન્યા. આપણાં દેશ માટેનું આપણું ગૌરવ આપણો તિરંગો વ્યક્ત કરે છે-સૌ શહેરીજનોએ હાથમાં તિરંગો લઇ દેશ માટેની લાગણી વ્યક્ત કરી-આ યાત્રા થકી રાષ્ટ્રપ્રેમની, રાષ્ટ્ર ગૌરવની અનેરી ઉર્જા અનુભવાઇ !
આ યાત્રાને સફળ બનાવવા બદલ હું સૌ સુરતવાસીઓને અભિનંદન પાઠવું છું. સૌ યુવાનોને વિશેષ અભિનંદન અને આશીર્વાદ પાઠવું છું.

















