Events Footer

Events

Loading Events

« All Events

29 January, 2024

Start Event Date

January 29, 2024 @ 4:00 pm

End Event Date

January 29, 2024 @ 5:00 pm
  • This event has passed.

હલદી કુમકુમ કાર્યક્રમ

લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા નીલગીરી મેદાનમાં યોજાયેલા હલદી કુમકુમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. ઉપસ્થિત સૌ બહેનોને હૃદયપૂર્વક શુભચ્છાઓ પાઠવી અને એમનાં અખંડ સૌભાગ્ય માટે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનોએ વાતાવરણને ‘શક્તિમય’ બનાવી દીધું.
આ કાર્યક્રમમાં લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી મનુભાઇ પટેલ, પ્રદેશમંત્રી શ્રીમતી શીતલબેન સોની, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહ, યુથ ફોર ગુજરાતનાં પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઇ પાટીલ, હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
———————-
આ કાર્યક્રમમાં આપેલા વક્તવ્યનાં અંશ
✴️માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ હંમેશા નારી શક્તિનો ઉલ્લેખ કરતા આવ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમનો અધિકાર મળી રહે એ માટે એમણે ખૂબ કાર્ય કર્યું.
✴️ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકામાં પચાસ ટકા બહેનોને ટિકિટ આપી-અને બહેનો કોર્પોરેટર બની શકી, એમને એમનો અધિકાર મળ્યો-આ મોદી સાહેબની દેન છે.
✴️ બહેનોનાં નામ પર દસ્તાવેજ કરવામાં આવે તો રજીસ્ટર કરાવવાની ફી ઓછી કરી, એને કારણે બહેનોની આર્થિક સુરક્ષિતતા વધી-આ પણ મોદી સાહેબની જ દેન છે.
✴️ ગુજરાત એક એવું રાજ્ય છે, જ્યાં બહેનો સુરક્ષિત છે. આ સુરક્ષિતતા એ મોદી સાહેબની દેન છે.
✴️ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એ પછી એમણે આખા દેશની બહેનોની કાળજી લીધી. હવે સમગ્ર દેશની બહેનોને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છીએ.