Events Footer

Events

Loading Events

« All Events

25 January, 2024

Start Event Date

January 25, 2024 @ 10:00 am

End Event Date

January 25, 2024 @ 11:00 am
  • This event has passed.

નવમતદાતા સંમેલન”

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી “નવમતદાતા સંમેલન”માં દેશભરનાં યુવા મતદારોને સંબોધિત કર્યા ત્યારે વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં ઉપસ્થિત 11 હજારથી વધુ નવમતદારોને રૂબરૂ મળી અનેરી ઉર્જા અનુભવી.
આ યુવાનો હવે પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી દેશનાં ઘડતરમાં, વિકસિત ભારતનાં સંકલ્પમાં પોતાનો અમૂલ્ય ફાળો આપવાનાં છે એ બદલ એમને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા.
આ નવયુવાનો સાથે સાધેલા સંવાદનાં કેટલાક અંશ….
▶️ મતદાનનો અધિકાર દેશનાં ઘડતર માટે છે, મતદાનનો અધિકાર દેશનાં વિકાસ, ભવિષ્ય અને સુરક્ષા નક્કી કરવા માટે છે.
▶️ મને વિશ્વાસ છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આ દેશનો યુવાન ડિગ્રી લઇને બહાર નીકળે ત્યારે એને નિરાશ નહીં થવું પડે.
▶️ આપણાં દેશનાં પ્રધાનમંત્રી યુવાનોની સદાય પડખે રહે છે, યુવાનોને ભવિષ્યનું ઘડતર કરવા લોન મળી રહે એ માટે પ્રધાનમંત્રી શ્રી ગેરેંટર બન્યા છે. યુવાનો પર આવો વિશ્વાસ દુનિયાનાં બીજા કોઇ દેશનાં પ્રધાનમંત્રીએ મૂક્યો નથી.
▶️ પ્રધાનમંત્રી શ્રીએ દેશની દિકરીઓને આર્થિક રીતે સશક્ત કરવાનું કામ પણ કર્યું છે.
▶️ આવતીકાલનું ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે અને સાથે મળીને કઇ રીતે કાર્ય પાર પાડી શકાય એનું ઉજ્જવળ ઉદાહરણ પૂરું પાડશે